નથુલા-ચોલા: બળૂકા ચીની સૈન્યને જ્યારે ભારતે નમાવ્યું.
Chitralekha Gujarati|September 14, 2020
નથુલા-ચોલા: બળૂકા ચીની સૈન્યને જ્યારે ભારતે નમાવ્યું.
લડાખ સરહદે ભારત અને ચીનની સેના દિવસોથી સામસામે ખાંડાં ખખડાવતી ઊભી છે ત્યારે વાત સિક્કિમ સીમાડે થયેલા એવા બે જંગની, જ્યાં શરૂઆતમાં મોટી ખુવારી સહન કર્યા પછી આપણા પરાક્રમી જવાનોએ એવો તો પરચો દેખાડ્યો કે ચીને દૂમ દબાવીને શરણાગતિ સ્વીકારી લીધા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એ જંગના ‘તાજના સાક્ષી’ એવા લશ્કરી અધિકારી પાસેથી જાણીએ ઈતિહાસ જેની ખાસ નોંધ લીધી નથી એવા એક શૌર્યભર્યા પ્રકરણની.
હિરેન મહેતા

પહેલા દસેક મિનિટના ગોળીબારમાં આપણા ૭૦ જવાન ઢેર થઈ ગયા અને બીજા ઘણા ત્યાં કણસતા પડ્યા હતા, પરંતુ એક વાર આપણી તોપ ગાજવા લાગી પછી લાશના ઢગલા જોવાનો વારો ચીનનો આવ્યો. છેવટે ચોથે દિવસે ચીને આપણી રાજકીય નેતાગીરી પર દબાણ લાવી એ યુદ્ધ અટકાવી દીધું. ત્યારની ઘડી અને આજનો દી, નથુ લા સેક્ટરમાં ચીની સેનાએ આપણી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત કરી નથી...

આ શબ્દો છે ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ શરુ થપલિયાલના ચિત્રલેખા સાથે એ વાત કરે છે. ચીન અને સિક્કિમ સરહદે આવેલા નથુ લા (લા એટલે ઘાટ) વિસ્તારની. સમયકાળ ૧૧થી ૧૪ સપ્ટેમ્બર, ૧૯૬૭નો સિક્કિમ હજી ત્યારે ભારતના ગણતંત્રનો હિસ્સો બન્યું નહોતું, પરંતુ ભારતના રક્ષિત રાષ્ટ્ર (પ્રોટેક્ટોરેટ) તરીકે એની સુરક્ષાની જવાબદારી ભારતની હતી અને એ જ કારણે ચીન-સિક્કિમ સીમાડે ભારતીય સૈન્ય તહેનાત હતું.

અત્યારે લડાખ સરહદે ચીનની વિસ્તારવાદી વૃત્તિ છાની નથી. ૧૫ જૂનની રાત્રે ભારતીય જવાનો સાથેની હાથાપાથીમાં પોતાના સૈનિકોની મોટી સંખ્યામાં ખુવારી વેઠ્યા પછી પણ ચીન લડાખ મોરચે પીછેહઠ કરવા તૈયાર નથી. જ્યાં-ત્યાં હાથ મારીને પડોશી દેશની જમીન હડપી લેવાની ચીની મનોવૃત્તિનો પરચો આમ તો આપણને ૧૯૬૦ના દાયકામાં પણ મળ્યો હતો. લડાખનો અસઈ ચીન તરીકે ઓળખાતો મસમોટો વિસ્તાર ચીને ગપચાવી લીધો. ૧૯૬રના નવેમ્બરમાં લડાખ અને અરુણાચલ સરહદે ચીન અને ભારતીય ફોજ વચ્ચે અથડામણ થઈ એમાં આપણા પક્ષે મોટી જાનહાનિ ભોગવવાનો વારો આવ્યો હતો.

એ પરાજયને લીધે ભારતઆખામાં માતમ છવાઈ ગયો અને ચીન સાથેના પંચશીલ કરાર કોરાણે મુકાઈ ગયા. હિંદી-ચીની ભાઈ ભાઈનું સ્લોગન આપનારા તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ માટે તો નીચાજોણું કરાવે એવો એ પરાજય હતો. ચીનની પ્રચંડ લશ્કરી તાકાત સામે ઓછપાઈ ગયેલા ભારત માટે માથું ઝુકાવીને બેસવા સિવાય કોઈ પર્યાય નહોતો.

ત્યાં આવ્યો ૧૯૬૭નો સપ્ટેમ્બર મહિનો. કોઈને કલ્પના નહોતી કે એક છમકલું મોટા ઘર્ષણમાં પરિણમશે અને કોઈને એવી તો લગીરે આશા નહોતી કે એ છમકલામાં ભારત ચીનને તમ્મર આવી જાય એવો પાઠ ભણાવશે. એ દિવસોમાં નથુ લા મોરચે નવાસવા તહેનાત થયેલા આર્ટિલરી (તોપખાના) ઓફિસર શરુ થપલિયાલના મોઢે સાંભળીએ, એવું તે શું થયું તું ત્યાં?

નથુ લા એટલે ૧૪,૨૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો ઘાટ. સિક્કિમથી તિબેટની ચુંબી વેલી તરફ જતા રસ્તે આ ઘાટ આવે. ઘાટનો ઉત્તર તરફનો હિસ્સો તિબેટ એટલે કે ચીનની હદમાં છે તો દક્ષિણ ભાગ સિક્કિમ પાસે. આ સરહદ વર્ષ ૧૮૯૦ના એક નકશામાં અંકાયેલી હતી, પણ જમીન પર સીમાઆંકણી કે વાડ જેવી કોઈ બાંધણી થઈ નહોતી. એનો લાભ લઈ ચીને ઘાટનો શક્ય એટલો વધુ વિસ્તાર કબજે કરવા પ્રયાસ આદર્યો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020