હર કરમ અપના કરેંગે... અય જાન તેરે લિયે

Chitralekha Gujarati|May 25, 2020

હર કરમ અપના કરેંગે... અય જાન તેરે લિયે
લૉકડાઉનના માહોલમાં રસ્તે રઝળતાં પ્રાણી, પંખીઓને ખોરાક-પાણીની તંગી વર્તાય છે ત્યારે અમુક ગ્રીન વૉરિયર્સ કોરોનાના સંક્રમણની પરવા કર્યા વિના ખાધાખોરાકી સાથે રોજ રસ્તે ઊતરી પડે છે. કેટલાક પ્રકૃતિપ્રેમીઓ રસ્તા પરનાં વૃક્ષોની સીંચાઈ-જતન માટે પણ નીકળી પડે છે. મહામારીના કપરા કાળમાં આવી અવનવી સેવા કરતા સ્વયંસેવકોને સો સલામ.

મામુ, ઓ મામુ.... બહાર આવી જાવ મારા દીકરાઓ...

આ પોકાર સાંભળતાં જ હાઉઉ... હાઉઉઉ કરતા પાંચ-સાત કૂતરા ખૂણેખાંચરેથી દોડી આવે છે અને ૭૫ વર્ષના અમૃતલાલ સોની ઉર્ફે સોનીકાકાને ઘેરી વળે છે. સોનીકાકા રસ્તા પર વાટકા મૂકીને એમાં દૂધ રેડે છે. કૂતરાઓ એ પ્રેમથી પી જાય છે. પછી સોનીકાકા થેલીમાંથી પનીર કાઢીને દરેક કૂતરાને માથે હાથ ફેરવતાં ખવડાવે છે. આ જોઈને રસ્તા પર લોકડાઉનનો પહેરો ભરતા પોલીસો હસીને સોનીકાકા સામે હાથ ઊંચો કરે છે.

દક્ષિણ મુંબઈ કોરોનાના રેડ ઝોનમાં છે. લૉકડાઉન માટે કડક પોલીસ બંદોબસ્ત છે, પણ સોનીકાકાને પોલીસની કનડગત નથી. ચીરાબઝાર, ભૂલેશ્વર, ગુલાલવાડી, નાગદેવી અને કાલબાદેવી વિસ્તારમાં અમૃતલાલ સોની રોજ સવારે ત્રણ કલાક અને બપોરે બે કલાક ફરી વળીને ભૂખ્યા કૂતરાઓને ભોજન આપે છે. માંદા કે ઘાયલ કૂતરાની દવા અને પ્રસિંગથી સારવાર પણ કરે છે. ગલૂડિયાં ઢોળફોળ કરે ને ગંદાં થાય તો એમને જંતુઓ કનડે એટલે સોનીકાકા ઘરેથી બાટલીમાં લાવેલાં પાણીથી એમને નવડાવે પણ ખરા.

૨૦-૨૨ વર્ષથી આ સેવા સેવા કરતા અમૃતલાલ સોની ચિત્રલેખાને કહે છે:

લૉકડાઉનને કારણે કૂતરાઓને ઓછો ખોરાક મળે છે. આજકાલ સવારે પાંચ વાગ્યે કૂતરાઓ ખાવાનું શોધવા નીકળી પડે છે. રોજ ૧૦ લિટર દૂધ અને ૧૦ કિલો પનીર ખવડાવું છું. મને આ કામમાં દાતાઓ સહયોગ આપે છે. લોંકડાઉન પહેલાં મહિને ૬૦-૭૦ હજાર રૂપિયાનું કલેક્શન હતું. અત્યારે ૩૫,000 છે. એક જ દાતા ૨૪ હજાર રૂપિયા મહિને આપે છે. આસપાસના વેપારીઓ ૧૦૦-૧૦૦ રૂપિયા આપે. બે-ત્રણ હજાર રૂપિયા હું પોતે ઉમેરું. સ્વજનોની તિથિ પર લોકો પેડ કે બુંદીના લાડુ પણ તરાઓને ખવડાવવા આપી જાય છે.

સામાન્ય નોકરી કરતા મધ્યમવર્ગી, અગાઉ પાળેલી બિલાડીની સ્વજનની જેમ સેવા કરનારા અને એ ગુજરી ગઈ ત્યારે અગ્નિસંસ્કાર કરીને નાસિક જઈને અસ્થિ પધરાવનારા સોનીકાકા પૌરાણિક કથા તથા પોતાના અનુભવને આધારે માને છે કે કૂતરાઓને ખવડાવવાથી ઘરમાં બીમારી આવતી નથી અને આવે તો ઝાઝું ટકતી નથી.

આવી જીવદયા એ પરોક્ષ રીતે પર્યાવરણની રક્ષા પણ છે. પશુ કે પક્ષીને ખોરાક મળી રહે એ જરૂરી છે. લૉકડાઉનને કારણે ગાય-કૂતરાને મળતાં ભોજનનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. પક્ષીને મળતાં ચણનું પણ પ્રમાણ ઘટ્યું છે.

રાજકોટની કરુણા ફાઉન્ડેશન સંસ્થા જો કે આ કામ લગનથી કરી રહી છે. લોકડાઉનના નિયમપાલન સાથે કાર્યકરો રાજકોટ અને આસપાસના ૪૪થી વધારે ચબૂતરા પર દરરોજ ૨૫0 કિલો ચણ પહોંચાડે છે. પક્ષીને પાણી પીવાના કૂંડાંમાં પાણી પણ ભરે છે. શહેરમાં અને આસપાસના વિસ્તારના ૪૦૦૦ કૂતરાને રોજ ૨૦૦૦ રોટલી અને ૧૨૦૦ લિટર દૂધ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખિસકોલીને મકાઈ આપવામાં આવે છે તો રોજ ચાલીસ કિલો લોટથી કીડિયારાં પૂરવાનું કામ થઈ રહ્યું છે. રખડતી ગાયને ઘાસચારો, પાણી મળે એ વ્યવસ્થા થાય છે તો ગૌશાળા માટે પણ સતત દોડધામ ચાલુ છે. કરુણા ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ માટે દરરોજ રૂપિયા બે લાખનો ખર્ચ થાય છે. દાતાનો સહયોગ સારો છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All