આગળ ખાઈ ને પાછળ દરિયો.. જવું ક્યાં?

Chitralekha Gujarati|May 25, 2020

આગળ ખાઈ ને પાછળ દરિયો.. જવું ક્યાં?
કોરોનાથી લોકોને બચાવવા તાળાબંધી લંબાવવી જરૂરી છે તો અર્થતંત્રને ફરી ધબકતું કરવું પણ અનિવાર્ય છે. તકલીફ એ છે કે મોટાં ઔદ્યોગિક કેન્દ્રો અને શહેરોમાં દિવસો સુધી હેરાનગતિ સહન કર્યા પછી લાખો મજૂરો એમના વતનભેગા થઈ ગયા છે. આ હાલતમાં કારખાનાં ચાલુ કઈ રીતે થાય?

કોરોનાનો ફેલાવો અટક્યો પણ નથી ને ધીમો પણ પડ્યો નથી. દુનિયાએ જોયેલા તમામ રોગચાળામાં આ નવતર બીમારીએ અર્થતંત્રને જે રીતે ખોરવી નાખ્યું છે એવું અગાઉ કદી થયું નથી. વરસો અગાઉ યુરોપમાં અને ઈંગ્લેન્ડમાં પણ કાળા મરણ (બ્લક ડેથ)ની બીમારીમાં એટલા બધા માણસો મરણ પામ્યા કે અર્થતંત્રને ચાલતું રાખવા માટે જરૂરી મજૂરો શોધ્યા જડતા નહોતા. કોરોનામાં મરણપ્રમાણ નહીંવત્ (માત્ર ત્રણ-ચાર ટકા) છે, પણ ચેપથી બચવા માટેની તાળાબંધીએ ભારતના અને દુનિયાના અર્થતંત્રને ધમરોળી નાખ્યું છે.

ભારત આજે ત્રિભેટે ઊભું છે. રોગને ડામવા માટે તાળાબંધી જરૂરી છે અને મરણપથારીએ પડેલા અર્થતંત્રને ફરી ચેતનવંતું કરવા માટે તાળું ખોલવું પણ જરૂરી છે. એકબીજાથી વિરોધી ગણાય એવાં આ બન્ને પગલાં એકસામટાં ભરી શકાય-તાળાબંધી રહે પણ ખરી ને જાય પણ ખરી એવી રીતે તાળું ખોલવાની ચાવી કોઈ પાસે નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસ મુખ્ય મંત્રી જોડની મસલત પરિષદમાં વ્યૂહાત્મક અભિગમ અપનાવવાની સલાહ આપી છે.

તાળાબંધી વધુ થોડા દિવસ લંબાવવાની જાહેરાત પણ એમણે કરી છે. જો કે અંતિમ નિર્ણય લેવાની કામગીરીનો બોજ રાજ્યોના માથે નાખ્યો છે.

પાંચ રાજ્ય-મહારાષ્ટ્ર, તેલંગણ, પંજાબ, બંગાળ અને આસામ કડક તાળાબંધી ચાલુ જ રાખવાનાં હિમાયતી છે, પણ અન્ય રાજ્યો તાળાબંધીની સખ્તાઈ ધીમે ધીમે ઓછી કરવાનાં પક્ષમાં છે. મુદ્દા અંગે સહમતી છે, પણ એના અમલ અંગે દરેક રાજ્યના મત અલગ અલગ છે.

તાળાબંધી સમાપ્ત કરવાની દિશામાં આગળ ચાલ્યા સિવાય છૂટકો નથી. ભારતીય સમાજ માટે એક બાજુ ખીણ ને બીજી બાજુ દરિયો છે. તાળાબંધી ચાલુ રહે તો રોજગારીના અભાવે આવનારો ભૂખમરો પણ મોતનો જ રસ્તો છે. લોકો બીમારીથી મરે કે બેકારી અને ભૂખમરાથી મરે, પણ મરણ તો બન્ને બાજુએ ઘૂરકી રહ્યું છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 25, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All