ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો

ABHIYAAN|June 27, 2020

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો
ઓનલાઈન ઇન્ટરવ્યુમાં ધ્યાન રાખવાની ઘણી બધી બાબતો પર ગત સપ્તાહે વાત કરવામાં આવી હતી, આ વખતે એ સંદર્ભે જ વાત આગળ વધારીએ તો તેમાં સૌથી મહત્વનું છે સવાલોના યોગ્ય રીતે જવાબ આપવા. ઘણી વાર એ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે જે નોકરીલક્ષી નથી હોતા, એવા સમયે સાવધાનીથી આપેલા જવાબો ઇન્ટરવ્યુને સફળ બનાવે છે.

નોકરી અથવા પ્રમોશન સાથે જોડાયેલા ઇન્ટરફ્યૂમાં પોતાનો સમાવેશ થયો છે એ વાતની જાણ થતાં જ ઉમેદવાર ખુશ થઈ જાય છે અને મનોમન કારકિર્દી માટેના ઘણા બધાં સપનાં પણ જોવા લાગે છે. ઇન્ટરફ્યૂમાં પાસ થવાના તે તમામ પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ ઘણીવાર ઇન્ટરફ્યૂમાં એવા સવાલો પૂછવામાં આવે છે જેનો ઉત્તર આપવો ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી કરે છે. માટે જ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા સવાલોની તૈયારી પહેલાથી જ કરવી જોઈએ.

પોતાના પરિચયની કરો તૈયારી

ઘણી વાર ઇન્ટરર્વ્યૂઅર્સ તમને પોતાના વિશે બોલવાનું કહે છે. સામાન્ય રીતે આવા સમયે લોકો પોતાનું નામ, પિતાનું નામ અને ઉંમરનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ વાતની જાણ તો રિફ્યુમમાં પહેલેથી જ કરેલી હોય છે. માટે જ્યારે તમારા વિશે વાત કરવાની હોય તો પોતાની વર્તમાન નોકરીની વાત કરો અને અને તમે જે નોકરી માટે ઇન્ટરબૂ આપવા બેઠા છો તેમાં પૂર્ણ નિષ્ઠાથી કામ કરશો. ઉપરાંત તમે તે જોબ માટે યોગ્ય પણ છો.

ક્ષતિનો ઉલ્લેખ ધીરજથી કરો

ઇન્ટરવ્યુમાં ઉમેદવારને તેની ખામી વિશે પૂછવામાં આવે છે. આ સમયે સમજી વિચારીને જવાબ આપવાનો છે. ખાસ કરીને પ્રોફેશનને લગતી ખામી વિશે જ વાત કરવી જોઈએ અને પોતાની ખામી દૂર કરવાનો પણ સતત પ્રયાસ કરે છે તેનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. એક વાતનું ધ્યાન રાખો કે પોતાનામાં કોઈ જ કમી નથી એ વાત કરવી યોગ્ય નથી, કારણ કે વહેલા મોડા તમારી ક્ષતિની જાણ થાય છે જ.

યોગ્ય કારણ હોય તો જ નોકરી ચેન્જ કરો

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 27, 2020