يحاول ذهب - حر
નક્સલી આતંકનો અંતઃ આ તો વહેલું થવાની જરૂર હતી!
November 17, 2025
|Chitralekha Gujarati
જમીનદારી પ્રથા સામેના વિરોધમાં જન્મેલું આંદોલન વ્યાજબી હોય તો પણ એણે લીધેલું પાશવી રૂપ કોઈ કાળે ઉચિત નહોતું. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની તકેદારી લેવી રહી.
૧૯૬૦ના દાયકામાં જમીનદારોનાં શોષણ સામે નાના-ભૂમિહીન ખેડૂતો અને ખેતમજૂરોની ચળવળ તરીકે શરૂ થયેલું નક્સલવાદી આંદોલન થોડાં વર્ષમાં જ એના આગેવાનોની ભ્રષ્ટ માનસિકતાને કારણે મૂળ ઓળખ ગુમાવી ચૂક્યું હતું. પછી તો એવું થયું કે આ આંદોલન જ દેશનાં અડધોઅડધ રાજ્યોમાં ખંડણી, ગુંડાગર્દી અને પછાતપણાનું કારણ બની ગયું. વનવાસીઓ પર અત્યાચાર વિતાવી એમને કોઈ રીતે સરકારી વિકાસ યોજનામાં સહભાગી ન થવા દેવા અને એમની અણસમજનો લાભ લઈ વિકાસનો અભાવ એ નામે એમને ઉશ્કેરવા એ જ નક્સલ આંદોલનનું સૂત્ર રહી ગયું હતું.
નેતાગીરી સામે બ્રમનિરસન થયા પછી પોલીસને શરણે આવેલા નક્સલવાદીઓ.
આશરે છ દાયકા સુધી નેપાળની સરહદથી દખ્ખણે છેક કેરળ સુધીના આખા પટ્ટાની ધરતીને રક્તરંજિત કરનારું આ આંદોલન અત્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે. મનમોહન સિંહે એમના વડા પ્રધાનપદની બીજી મુદતમાં એકથી વધુ વખત નક્સલવાદને દેશ માટે સૌથી મોટો આંતરિક ખતરો ગણાવ્યો હતો. ત્યાર પછીનાં ૧૧ વર્ષના સત્તાકાળમાં મોદી સરકારે આ ખતરાને નામશેષ કરી નાખ્યો છે. આમ પ્રજાના સ્તરે એની હજી ઝાઝી ચર્ચા થઈ નથી, પરંતુ આને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક મોટી સિદ્ધિ ગણી શકાય. ગૃહ મંત્રી અમિત શાહે ગયા વર્ષે જ નક્સલવાદના ખાત્મા માટે માર્ચ, ૨૦૨૬ની મહેતલ આપી હતી અને હમણાં એમણે એનો પુનરોચ્ચાર કર્યો. એક કાળે દેશના ૨૦૦ કરતાં વધુ જિલ્લામાં નક્સલી આગેવાનોનો દબદબો હતો. આ વિસ્તારના લોકો માટે સ્થાનિક પ્રશાસન કે સરકાર કરતાં નક્સલી નેતાગીરી વધુ વજન ધરાવતી હતી, પરંતુ અત્યારે નક્સલ-પ્રભાવિત જિલ્લાની સંખ્યા દસ જેટલી રહી ગઈ છે. પાછલાં વર્ષોમાં કેન્દ્ર સરકારે સીમા સુરક્ષા દળ સહિતના અતિ સુસજ્જ જવાનોને નક્સલીઓના ખાત્માની જવાબદારી સોંપી અતિ મહત્ત્વનું કામ પાર પાડ્યું છે. વડા પ્રધાન મોદીએ જ હમણાં કહ્યું એમ ગયા એક વર્ષમાં જ અઢીસોથી વધુ નક્સલીઓને સુરક્ષા જવાનો દ્વારા ઠેકાણે પાડવામાં આવ્યા. સરકારનો ઈશારો સ્પષ્ટ હતોઃ હથિયાર હેઠાં મૂકી, દેશના રાષ્ટ્રીય પ્રવાહમાં ભળી જાવ, અન્યથા મોત માટે તૈયાર રહો...
هذه القصة من طبعة November 17, 2025 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...
તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.
1 mins
May 18, 2026
Chitralekha Gujarati
વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!
કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.
1 min
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?
વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
એક પછી એક
છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી સમજ્યો હતો હું–પૂરો થયો મામલો હવે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Listen
Translate
Change font size
