يحاول ذهب - حر
ઈતિહાસનાં અધ્યાપિકાની નવતર પેશાઃ છ ગુર્જર નારીનો ઈતિહાસ છ
August 19, 2024
|Chitralekha Gujarati
ઓગણીસમી સદીમાં અનેક સમસ્યા સામે સંઘર્ષ વેઠીને સ્વબળે સમાજમાં પરિવર્તન આણનારી બહુ ઓછી સન્નારીઓનાં નામ-કામ ઈતિહાસમાં આલેખાયાં છે. એમાંથી ગુજરાતની છ મહિલાની યશોગાથા નોખા પ્રકારે તાજી થઈ રહી છે.
હુંહરકુંવર શેઠાણી. મારો જન્મ ભાવનગરના ઘોઘા બંદર પાસે ગરીબ પરિવારમાં. હું નિરક્ષર હતી. બારેક વર્ષની વયે અમદાવાદના ધનિક જૈન યુવક હઠીસિંહ કેસરીસિંહ સાથે લગ્ન થયાં, પણ કમનસીબે થોડાં વર્ષમાં જ વિધવા બની. એ પછી પતિની સંપત્તિનો હિસ્સો મળ્યો, એમાંથી ૧૮૫૦માં અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા હરકુંવર છોડીઓની નિશાળ બંધાવી તથા પતિની ઈચ્છાપૂર્તિ માટે અમદાવાદમાં હઠીસિંહ જૈન દેરાસરનું અધૂરું બાંધકામ પૂરું કરાવ્યું. હૉસ્પિટલ પણ બંધાવી. મોટી રકમની સખાવતના લીધે અંગ્રેજોએ નેક નામદાર સખાવત-એ-બહાદુરનું બિરુદ આપ્યું હતું...’
એ પછી અમદાવાદમાં ચાર દાયકા સુધી તબીબી સેવા આપનાર સન્નારી ડૉ. મોટીબહેન કાપડિયાની વાત રજૂ થઈ. પછી ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી નારીનું કથાનક રજૂ થયું. એમાં એમની સફળતાનું યશોગાન હતું તો સાથે એમનાં સદ્ભાવ, સંઘર્ષ અને સ્વાર્પણ પણ ઝળક્યાં. આમાંથી કોઈ સન્નારી અત્યારે હયાત નથી. એમને સમાજસુધારકની ઓળખ ન મળી, પણ એમનાં નામ-કામ ઈતિહાસમાં આલેખાયાં. અલબત્ત, વાસ્તવિકતા એ પણ છે કે એ ઈતિહાસ હવે વિસરાતો જાય છે.
સમાજનો એક વર્ગ ઈતિહાસને આમ પણ રસ-કવિહોણો વિષય ગણે છે, કદાચ એટલે ઈતિહાસના પ્રાધ્યાપક કે વિદ્યાર્થીને ઘણી વાર આવો સવાલ પુછાય છેઃ તમારે ઘણી તવારીખ અને પાત્રોનાં નામ યાદ રાખવાં પડતાં હશે. ઈતિહાસમાં રાજકાજની ખટપટ અને લડાઈ સિવાય બીજું જાણવા જેવું હોય છે શું?
વળી, ઈતિહાસ અંગે અમુક વિદ્વાનોના મતમાં પણ ભિન્નતા છે. એક વિદ્વાને કહ્યુંઃ ઈતિહાસનું જ્ઞાન પિત્તળનું ઘરેણું છે. આપણે એને સોનાનું ઘરેણું માની બેઠા છીએ. તો બીજાનો મત હતોઃ ઈતિહાસના જ્ઞાન વિના કોઈ સમાજની પ્રગતિ શક્ય નથી. આપણને પાંચ-સાત પેઢીનો ઈતિહાસ જાણવો અને સાચવવો અને ક્યારેક એનું ગૌરવગાન કરવાનું ગમે, પણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્રના ઈતિહાસ પ્રત્યે જાણે ઉદાસીનતા પ્રવર્તે છે. આવું કેમ?
એવા માહોલમાં ઈતિહાસમાં ઉલ્લેખિત છ ગુર્જર નારીનું કથાનક પ્રેરક લાગે. મજાની વાત એ કે એનો પ્રસાર એક અમદાવાદી નારી કરે છે. નામઃ ફાલ્ગુની મંજુલા. ૩૪ વર્ષથી એ ઈતિહાસનાં અધ્યાપિકા છે.
هذه القصة من طبعة August 19, 2024 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

