Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

આવકમા ભાગ પડાવતો અળખામણો વેરો

August 19, 2024

|

Chitralekha Gujarati

દેશની વસતિના પાંચ ટકા લોકો માંડ આ ટૅક્સ ભરે છે, પણ બજેટ વખતે સૌથી વધુ ચર્ચા અને કકળાટ ઈન્કમ ટૅક્સના નામે જ થાય છે. વર્ષો અને સદીઓથી સત્તાધીશો કોઈ ને કોઈ રૂપે પ્રજા પાસેથી એમની કમાણીનો અમુક હિસ્સો વસૂલે છે. એ સામે અમુક દેશ હજી એવા છે જ્યાં સરકારે નાગરિકોને આ પ્રકારના કરમાંથી રાહત આપી છે.

- નિતુલ ગજ્જર

આવકમા ભાગ પડાવતો અળખામણો વેરો

સામાન્ય રીતે દર ફેબ્રુઆરીમાં રજૂ થતું કેન્દ્ર સરકારનું બજેટ આ વખતે લોકસભા ચૂંટણીને કારણે ગયા મહિને સંસદમાં રજૂ થયું અને થોડા દિવસમાં એ વિધિવત્ પસાર થશે એ સાથે એનો અમલ શરૂ થશે.

બજેટમાં બીજા કરવેરાના પ્રમાણમાં વધુ ચર્ચા આવકવેરાની થાય છે. જો કે હકીકત એ છે કે દેશની પાંચ ટકા પ્રજા જ ઈન્કમ ટૅક્સ એટલે કે આવકવેરો ભરે છે. આમ તો સદીઓથી આપણે ત્યાં જુદા જુદા પ્રકારે, જે-તે સમયના શાસકો દ્વારા આવકવેરો લેવામાં આવતો હતો, પરંતુ અત્યારે જે રીતે આ વેરો વસૂલ કરવામાં આવે છે એ માળખું બ્રિટિશરાજના સમયનું છે. અંગ્રેજ સરકારે ૧૮૬૦માં ભારતમાં આ ટૅક્સ લાગુ કર્યો હતો, એનું કારણ થોડું વિચિત્ર હતું. વાત એમ બની કે ૧૮૫૭ની સશસ્ત્ર ક્રાંતિ વખતે બ્રિટિશરાજે સારુંએવું નુકસાન વેઠવું પડ્યું હતું, ઉપરાંત એ વખતે ચાલી રહેલા એંગ્લો-રશિયન યુદ્ધ માટે બ્રિટિશરોને નાણાભંડોળની જરૂરત હતી. પરિણામે બ્રિટિશ સરકારે ૧૮૬૦ની ૨૪ જુલાઈએ ભારતમાં પ્રથમ વાર આવકવેરો વસૂલવાની શરૂઆત કરી. અલબત્ત, બ્રિટિશરોએ લાદેલો આ કરવેરો શરૂઆતમાં પૈસાવાળા લોકો અને અંગ્રેજ અમલદારો પર જ લાગુ પડતો હતો. પાછળથી આવકવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.

૧૮૭૦ના દાયકામાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં મહાપાલિકા બની ત્યારે આવકવેરો ભરનારા રડ્યાખડ્યા નાગરિકોને જ એની ચૂંટણીમાં મતાધિકાર આપવામાં આવ્યો હતો!

આઝાદી પછીના દોઢ દાયકે (૧૯૬૧માં) સંસદે આવકવેરા ધારો પસાર કર્યો. આ ઍક્ટ પછી પ્રથમ વાર ભારતમાં પગાર, ધંધો, નફો, મિલકત અને અન્ય સ્રોત દ્વારા થતી આવક પર જુદો જુદો ટૅક્સ લાગુ કરવાની શરૂઆત થઈ. અત્યારે તો આપણે પોતે ઘેરબેઠાં ઈન્કમ ટૅક્સ ભરી શકીએ એવી સવલત પણ ઉપલબ્ધ છે. જો કે આ સુવિધા શરૂઆતમાં નહોતી, ૧૯૯૪માં PAN કાર્ડ આવ્યા પછી ૨૦૦૬-૦૭માં ઈન્કમ ટૅક્સની ઈ-ફિલિંગ સેવા શરૂ કરવામાં આવી હતી.

પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધા આપવા માટે સરકાર પાસે આવકના જુદા જુદા સ્રોત હોવા જોઈએ. રાજ્યનો વિકાસ ત્યારે જ થાય જ્યારે પ્રજા પણ રાજ્યની કમાણીમાં યથાયોગ્ય ફાળો આપે. આવકવેરો આ પ્રકારનું એક યોગદાન છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કરવેરો વસૂલ કરવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size