يحاول ذهب - حر
પ્રકૃતિને પજવવાની વાયડાઈ ક્યાં સુધી કરશો?
August 19, 2024
|Chitralekha Gujarati
એ તમને ઊંઘતાં ઝડપી લેશે, ભાગવાનો તો સમય જ નહીં આપે, પાંચ-સાત સેકન્ડમાં ખેલ ખતમ કરી નાખશે. આ એક એવી મારકણી પ્રાકૃતિક આપદા છે, જેમાં તમે ખોટા સમયે, ખોટી જગ્યાએ હશો તો બચવાનું સંભવ નથી. આ આપદા એટલે કે ભૂસ્ખલન. ભારતના ૧૪૭ જિલ્લા એટલે દેશનો ૧૨.૬ ટકા વિસ્તાર એનાથી પ્રભાવિત છે. ૨૦૧૩ની કેદારનાથ ઘટના હોય કે હમણાં ૩૦ જુલાઈએ કેરળના વાયનાડ પર મોત બનીને ત્રાટકેલી લૅન્ડસ્લાઈડ હોય, એ દરેકે પુરવાર કર્યું છે કે પ્રકૃતિ પર અતિક્રમણ કરનારને દંડ મળે જ છે.
ગુજરાતી ભાષામાં વરસાદની તીવ્રતા મુજબ એના બાર પ્રકાર કહ્યા છે, ફરફર વરસાદથી હેલી વરસાદ સુધી. હમણાં (૨૯-૩૦ જુલાઈની મધરાતે) કેરળના વાયનાડ જિલ્લામાં અનરાધાર, મુશળધાર, સાંબેલાધાર, ઢેફાફાળ અને પાણમેહ જ નહીં, પણ જે હેલી વરસી એમાં ઊંચા પહાડ પરની જમીન અચાનક ધસી પડી, જેના પ્રતાપે મોટી ગાડી જેવડી ગંજાવર શિલા, પથ્થર, ઊખડી ગયેલાં તોતિંગ વૃક્ષો, માટીના લોંદા, કાદવ બધું નદીમાં ઠલવાયું. જરા આગળ જતાં નદીના ફાંટા પડી ગયા.
આપણી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ઈસરો સંચાલિત નૅશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના અંદાજ પ્રમાણે ભૂસ્ખલનને કારણે ૮૬,૦૦૦ ચોરસમીટર જમીન ખસકી ગઈ. લગભગ આઠ કિલોમીટર સુધી આ રગડો ધસમસતો આવ્યો. ઈરુવાંઝિપુરા નદીના તો ઘણાં ઠેકાણે કિનારા પણ તૂટી ગયા. મુંડકાઈ અને । એ બે ગામમાં ભયાનક તારાજી થઈ. અત્તામાલા અને કુનહમમાં પણ વ્યાપક નુકસાન થયું.
ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધી મૃતકોની સંખ્યા ૪૦૦થી વધુ થવાની શક્યતા છે. અહીં જરૂર નોંધજો કે કેરળમાં ૨૦૧૮નાં પૂરમાં ૪૮૩, ૨૦૨૦ના ચક્રવાતમાં ૧૮૯ અને ગયા વર્ષે અતિવૃષ્ટિમાં ૧૨૩ જાન ગયા છે, છતાં કેરળના સત્તાધારી ડાબેરી પક્ષે વાયનાડની કરુણાંતિકાનો દોષ ધાર્યા મુજબ જ કેન્દ્ર સરકાર પર ઢોળી દીધો. ખેર, આપણે અહીં રાજકારણ થોડું બાજુએ રાખીને ભૂસ્ખલનનું વિજ્ઞાન સમજીએ.
૨૦૧૯માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીની સાથે વાયનાડથી પણ લોકસભા ચૂંટણી લડ્યા ત્યારથી કર્ણાટકના બાંદીપુર નૅશનલ પાર્ક અને મુહુમલાઈ ટાઈગર રિઝર્વને અડીને આવેલો કેરળનો આ જિલ્લો દેશઆખામાં જાણીતો થયો. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંનું કુદરતી સૌંદર્ય માણવા બહુ લોકો આવતાં થયા છે અને એને કારણે વાયનાડના ડુંગરાઓ પર આડેધડ હોટેલ્સ ખૂલી ગઈ છે. પર્યટનવિકાસના નામે થયેલાં આ બાંધકામ જ હમણાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવાનું કારણ બની ગયાં.هذه القصة من طبعة August 19, 2024 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

