يحاول ذهب - حر
લગ્નોની જાહોજલાલી અને લોકો શું કહેશે?ની ફિકર
August 12, 2024
|Chitralekha Gujarati
ભારતમાં સરેરાશ દરેક લગ્ન પાછળ ૧૨.૫ લાખ રૂપિયા ખર્ચાય છે. એક સર્વે અનુસાર, ભારતમાં છોકરા-છોકરીને પરણાવતા પરિવારો એમણે નક્કી કરેલા બજેટ કરતાં ૬૦ પ્રતિશત વધુ ખર્ચ કરે છે. ૩0 ટકા પરિવારો ઉછીના પૈસાથી લગ્ન કરે છે અને ૨૦ પ્રતિશત લોકો ‘હાથ છુટ્ટો’ ન હોવાથી લગ્ન મુલતવી રાખે છે.
લોકો શું કહેશે?
એક માણસ ટટ્ટુ પર બેસીને એક ગામથી બીજા ગામ જતો હતો. રસ્તામાં સામેથી એક માણસ આવ્યો. એણે ટટ્ટુ પર બેઠેલા માણસને જોઈને કહ્યુંઃ ‘ભલા માણસ, હટ્ટોકટ્ટો થઈને આ માયકાંગલા ટટ્ટુ પર બેઠો છે? શરમ નથી આવતી?’
આગળ જઈને એ ટટ્ટુ પરથી નીચે ઊતરી ગયો અને એની બાજુમાં ચાલવા લાગ્યો. થોડ દૂર ગયો અને સામેથી બીજો એક માણસ આવ્યો. એણે ટટ્ટુને દોરીને ચાલતા માણસને જોઈને કહ્યું: ‘તું અક્કલ વગરનો છે. ટટ્ટ સવારી કરવા માટે છે અને તું એને દોરીએ જાય છે.’
થોડે દૂર જઈને પેલા માણસે ટટ્ટુને ખભા પર ઊંચકી લીધું અને ચાલતાં ચાલતાં બબડ્યોઃ હવે કોઈને કશું કહેવાપણું નહીં રહે.
***
તમને ક્યારેય વિચાર આવ્યો છે કે ભારતીય લોકો લગ્નો પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચે છે? એવું નથી કે માત્ર અંબાણીપરિવારે જ એમના દીકરા પાછળ અધધધ રૂપિયા (સમાચારપત્રોનાં અનુમાન પ્રમાણે ૫૦૦૦ કરોડ રૂપિયા) ખર્ચ્યા છે. ભારતમાં એક ગરીબ ખેડૂતથી લઈને એક ઉદ્યોગપતિ સુધીના તમામ નાના-મોટા લોકો જરૂર હોય એના કરતાં પણ વધુ પૈસા લગ્ન પાછળ ખર્ચે છે.
કદાચ દુનિયામાં ભારતીય સમાજ એક માત્ર એવો સમાજ છે જે લગ્ન પાછળ આટલા પૈસા ખર્ચે છે. ભારતમાં ખાવા-પીવા પછીનો બીજો સૌથી મોટો ઉદ્યોગ લગ્નસમારોહનો છે. ભારતમાં ઔસત લગ્ન પાછળ ૧૨.૫ લાખ રૂપિયા ખર્ચાય છે.
એ એક આશ્ચર્ય લાગે કે ભારત જેવા દેશમાં કે જ્યાં બેરોજગારી અને ગરીબી સૌથી ગંભીર સમસ્યા છે ત્યાં લોકો શિક્ષણ પાછળ પૈસા ખર્ચવાને બદલે લગ્ન જેવા ઔપચારિક રિવાજમાં પૂરા જીવનની મૂડી ફૂંકી દે છે અથવા દેવું કરીને પણ ધામધૂમથી વિવાહ કરે છે.
એક સર્વે અનુસાર, ભારતમાં છોકરા-છોકરીને પરણાવતા પરિવારો એમણે નક્કી કરેલા બજેટ કરતાં ૬૦ પ્રતિશત વધુ ખર્ચો કરે છે. ૩૦ પ્રતિશત પરિવારો ઉછીના પૈસાથી લગ્ન કરે છે અને ૨૦ પ્રતિશત લોકો હાથ છુટ્ટો ન હોવાથી લગ્ન મુલતવી રાખે છે.
પહેલી નજરે આવો વ્યવહાર બેવકૂફી લાગે. બધા એ જાણતા હોય છે કે પૈસાની આ બરબાદી જ છે, છતાં એ હોંશે હોંશે બરબાદી કરે છે. દરેક માણસે એના જીવનમાં એવાં દસેક લગ્ન જોયાં હશે, જેમાં ગાંડાની જેમ (અથવા પાણીની જેમ) પૈસા વહાવવામાં આવ્યા હશે.
هذه القصة من طبعة August 12, 2024 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

