يحاول ذهب - حر

રમત રમાડે રાવણ...

June 10, 2024

|

Chitralekha Gujarati

રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?

- દેવેન્દ્ર જાની (રાજકોટ) |

રમત રમાડે રાવણ...

રાજકોટવાસી પ્રદીપસિંહ ચૌહાણની આંખોમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી છે. એ કહે છેઃ ‘મારા પરિવારના આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. આગની ઘટના બાદ ત્રણની ભાળ મળી, પણ મારા દીકરા સહિત હજી પાંચ લાપતા છે. હવે હું એકલો જ રહ્યો છું. જો આ અગ્નિકાંડ માટેના જવાબદારોને આકરી સજા પહેલાં જામીન મળશે તો હું એમને છોડીશ નહીં. આને ધમકી સમજો કે પછી એક બાપની વેદના... મારે સરકારની કોઈ સહાય જોઈતી નથી.’

તો શહેરની એક ખાનગી હૉસ્પિટલના દરવાજે સ્વજનોની કોઈ ભાળ મળે એની રાહ જોઈ રહેલા ચંદ્રસિંહ જાડેજા ચિત્રલેખાને કહે છે: ‘કસૂરવારો સામે કોઈ આકરાં પગલાં લેવાશે એવી આશા તો નથી.’

imageઆવી વેદના એકલ-દોકલની નથી, રાજકોટમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ આવો આક્રોશ ઠેર ઠેર સાંભળવા મળી રહ્યો છે. ૨૮ મે, મંગળવારની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડીએનએ ટેસ્ટના આધારે ફક્ત ૧૬ મૃતકોની ઓળખ થઈ શકી છે. સત્તાવાર મરણાંક ૨૮ ગણીએ તો પણ હજી વણઓળખાયેલા મૃતદેહો પડ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ત્રીસેક જણ તો હજી લાપતા હોવાનું બોલાઈ રહ્યું છે.

imageચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે હૈયાં હચમચાવી દેતી ઘટનાને અઠવાડિયું વીતવામાં હશે. શું બન્યું હતું એ દિવસે?

પચ્ચીસ મેનો એ ગોઝારો દિવસ...

ગયા વીકએન્ડમાં એટલે કે ૨૫ મે, શનિવારે રાજકોટવાસીઓ ફરવા નીકળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે લોકો બપોર બાદ ફરવા નીકળે. સમર વેકેશનમાં બાળકો સાથે કેટલાક રાજકોટવાસીઓ શહેરના કાલાવડ રોડ, નાના મવા નજીક એક મોટી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગયા. ૭૦-૮૦ જેટલાં કિશોર-કિશોરી-બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યાં હતાં. રાજકોટ ઉપરાંત ગોંડલ, ધ્રોલ અને આસપાસનાં ગામોમાંથી પણ ટીનએજર્સ આવ્યા હતા.

image

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size