દેશમાં સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. આ પર્વ એટલે લોકસભાની ચૂંટણી. હા, આપણે ત્યાં ચૂંટણી પણ તહેવારની જેમ જ ઊજવવામાં આવે છે. મહિનાઓ અગાઉ રાજકીય પક્ષોની સાથે સાથે નાની-મોટી અનેક વ્યક્તિ એની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે.
અગાઉ રાજકારણમાં બહુ ઓછી સ્ત્રી સક્રિયપણે રસ લેતી. જે મહિલા રાજકારણમાં હતી એમાંથી પણ અમુક તો પિતા કે પતિના રાજકીય ઉત્તરાધિકારી તરીકે કામ કરતી. આપમેળે રાજકારણમાં ઝંપલાવતી સ્ત્રીઓની સંખ્યા ઝાઝી નહોતી. હવે એવું રહ્યું નથી. બીજાં ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ હવે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હા, એટલું ખરું કે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી હજી એની વિનેબિલિટીના એટલે કે જીતવાની ક્ષમતાના આધારે થાય છે. મની પાવર કે મસલ પાવર મૅનેજ કરવામાં પુરુષના પ્રમાણમાં સ્ત્રી પાછળ પડી જાય છે એ કારણે રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સ્ત્રીની સંખ્યા ૧૫-૨૦ ટકાથી વધારે હોતી નથી.
ખેર, એક વાત તો નક્કી છે કે ચૂંટણીમાં વળી મહિલાને શી ખબર પડે? એવું હવે રહ્યું નથી. મહિલાઓમાં મતદાનની ટકાવારી પણ ઉપર જઈ રહી છે. એટલું જ નહીં, સ્ત્રીઓ હવે જુદા જુદા પક્ષોના ઉમેદવાર, ચૂંટણીમાં એમને સ્પર્શતા મુદ્દા, વગેરે વિશે ચર્ચા પણ કરે છે.
કિટી પાર્ટી એટલે પંચાત કરતી સ્ત્રીઓની મીટિંગ એવું ઘણા હજી માને છે, પણ ના, સાવ એવું નથી. કેટલાંક કિટી ગ્રુપની મેમ્બર્સ કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ પણ કરે છે. એવાં કેટલાંક કિટી ગ્રુપ સુદ્ધાં છે જેમાં ચૂંટણી ટાણે મતદાર જાગૃતિનું કામ થાય છે. અહીં વાત છે એવાં જ મહિલા ગ્રુપ્સની.
લોકશાહી ઝિંદાબાદઃ અમદાવાદ હોય કે અંકલેશ્વર, કિટી ગ્રુપ હોય યા યોગ કેન્દ્ર,
લોકોની સામાન્ય વિચારશૈલી પ્રમાણે મહિલા એટલે ઘર સંભાળનારી ગૃહિણી, બાળકોનો સારો ઉછેર કરનારી માતા અને એથી પણ વધુ આજના યુગમાં પતિને ઘરવ્યવહારમાં મદદ કરવા માટે નોકરી કરતી સ્વનિર્ભર સ્ત્રી. જો કે ચૂંટણી આવે ત્યારે ઘરના વડીલ પુરુષ કહે એમ અને કહે તો જ મતદાન કરવા જતી અબોલ નારી પણ ખરી. અલબત્ત, હવે આ સ્થિતિ બદલાઈ છે. હવે તો પડદા પાછળ રહીને ઘર, ઑફિસ સંભાળતી મહિલાઓ ચૂંટણીમાં પણ પોતાની ખાસ ભૂમિકા નિભાવે છે. ટિકિટ આપવામાં રાજકીય પક્ષ ભલેને મહિલાઓ સાથે અન્યાય કરે!
هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.