સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
Chitralekha Gujarati|April 29, 2024
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી

ર્થતંત્રમાં ગમે એવા ચડાવ-ઉતાર આવે, પરંતુ સોનામાં રોકાણ કરનારાને ક્યારેય પસ્તાવાનો વારો આવ્યો નથી. સોનું માત્ર રોકાણ માટે જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રીતરિવાજો સાથે જોડાયેલું છે એટલે સોનાના વપરાશમાં દુનિયામાં એક મહત્ત્વના દેશ તરીકે ભારતનું સ્થાન છે. વર્ષે આશરે ૮૦૦ ટન સોનાના વપરાશ સાથે દુનિયામાં ચીન પછી ભારત બીજા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, અમેરિકી સરકારની તિજોરી કરતાં ત્રણ ગણું સોનું ભારતીય લોકોનાં ઘરમાં સચવાયેલું છે. અમુક મંદિરોની તિજોરી પણ સોનાથી છલોછલ છે.

રાજકોટની સોનીબજાર: આ હાલતમાં ગ્રાહકો દુકાન તરફ પગ પણ કઈ રીતે મૂકે?

ભારતમાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગોએ સોનું ખરીદવાનો રિવાજ છે.  આપણે ત્યાં સોનાની ખપતમાં સૌથી મોટો હિસ્સો જ્વેલરી-આભૂષણોનો છે. ભારતીયો આર્થિક સંકટના સમયે કામ આવે એ હેતુથી સોનું ખરીદતા હોય છે.

ત્રણેક વર્ષ પહેલાં ભારતની માર્કેટમાં ૨૪ કૅરેટના ૧૦ ગ્રામ સોનાના ભાવ આશરે રૂપિયા ૫૫,૦૦૦ હતા, એ અત્યારે ૭૫,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે. પાછલા બે મહિનામાં જ દસ ગ્રામના ભાવ ૧૫,૦૦૦ રૂપિયા વધ્યા છે. અરે, બાવીસ કૅરેટ સોનાના ભાવ રૂપિયા ૬૭,૦૦૦થી વધુ છે પરિણામે સોનાની નવી ખરીદીને બ્રેક લાગી છે. લગ્ન જેવા પ્રસંગોમાં થતી ખરીદી અત્યારે ઊંચા ભાવને કારણે લોકો ટાળી રહ્યા છે. સાથોસાથ જૂનું સોનું એક્સચેન્જ કરવાનો ટ્રેન્ડ મોટાં શહેરોમાં જોવા મળી રહ્યો છે.

ઈન્ડિયન બુલિયન માર્કેટમાં રાજકોટનો દબદબો છે. દેશ-દુનિયાની ગોલ્ડ માર્કેટમાં રાજકોટની જ્વેલરી એની ગુણવત્તા અને કારીગરી માટે પ્રખ્યાત હોવાથી વર્ષોથી ગોલ્ડ માર્કેટમાં રાજકોટ ફોકસ રહ્યું છે.

هذه القصة مأخوذة من طبعة April 29, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 29, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 mins  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 mins  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 mins  |
May 13, 2024