પાલઘરનિવાસી કરણ નાનપણથી ઘરકૂકડો હતો. કરણના ખજાનામાં વિવિધ પ્રકારનાં ઍરોપ્લેન બહુધા પ્રમાણમાં જોવા મળતાં. આ ક્રેઝ સમજણો થયો ત્યારે વધારે વિસ્તરીને પાઈલટ બનવાના સ્વપ્નમાં પરિણમ્યો. કરણના સ્વપ્નપૂર્તિમાં સૌથી મોટી સમસ્યા હતી એની નબળી આંખો. દષ્ટિમાં ઝાંખપને કારણે કરણે ફરજિયાતપણે ચશ્માં પહેરવાં પડતાં. તદ્ઉપરાંત ચશ્માંના નંબર નિરંતર વધતા જતા. ટૂંક સમયથી ચશ્માં પહેરવા છતાં વાચનમાં તકલીફ સાથે લૅપટૉપ પર મનપસંદ ફિલ્મ જોવામાં કે મોબાઈલ પર મેસેજ રીડ કે ટાઈપ કરવામાં ઝાંખપની પ્રતીતિ થતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓસ્થેલ્મોલૉજિસ્ટનો કૉન્ટેક્ટ કર્યો ત્યારે ચશ્માંના નંબર વધતા જતા હોવાનું જાણીને કણ ખૂબ નિરુત્સાહી થઈગયો. કરણની ક્ષતિને ધ્યાનમાં રાખીને અનેક લોકોએ ચશ્માંના નંબર દૂર કરે એવી લેસિક પ્રક્રિયા કરાવવાની સલાહ આપી.
هذه القصة مأخوذة من طبعة April 29, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 29, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.
નિવૃત્તિ હોય તો આવી!
ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.