કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati|May 06, 2024
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
કૌશિક મહેતા
કાંઈ તડકા પડે છે, બાપ!

ડિયર નૅચર,

સૌમ્ય જોશીની એક રચના છેઃ

કેટલાક તડકા કેટલા આકરા હોય 

ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.

હવે,

કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,

છેલ્લા સેમે પાણી ના પાયેલું ગળું લઈને,

મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,

ચસ્માવાળા કોલેઝિયને બતાયેલા રસ્તે,

એ પહોંચે છે બંગલે,

ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,

કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

મજૂર હોય કે મહાજન, બધા પરેશાન છે કાળઝાળ ગરમીથી. હા, કેટલાક પાસે સગવડ છે એસીની, પણ એનાથીય તાપમાન વધે છે ને! અમદાવાદમાં કોઈ ઑફિસમાં જાવ તો એક જ સૂરે કહેવામાં આવે છે, એવી ગરમી પડે છે કે એસી વિના તો રહી જ શકાય એમ નથી... પણ ઑફિસમાં કે ઘરના રૂમમાં એસીની જે ઠંડક મળે છે એનાથી બહારનું વાતાવરણ વધુ ગરમ થાય છે એનું શું? એમાં આગાહી થઈ છે કે ૨૦૨૪નું વર્ષ આ પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ રહેવાનું છે. હવામાન વિભાગની આગાહી સામાન્ય સંજોગોમાં સાવ સાચી પડતી હોતી નથી. જો કે આ વર્ષે એપ્રિલમાં જે રીતે તાપમાનનો પારો કોઈ ગુસ્સાવાળા માણસના આકરા સ્વભાવ જેટલો જ ગરમ થયો છે એના પરથી લાગે છે કે આ વેળા ગરમીથી જલદી છુટકારો મળવાનો નથી. એમાં પાછી લોકસભાની ચૂંટણીની ગરમીય ભળી છે.

અહેવાલ તો એવા છે કે હમણાંનો માર્ચ છેલ્લાં ૪૮ વર્ષમાં સૌથી ગરમ રહ્યો, પણ એપ્રિલ એના રેકૉર્ડ તોડી રહ્યો છે. મુંબઈ જેવા શહેરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. વળી, ગરમીના દિવસો પણ વધે છે એટલે કે ઉનાળાની મુદત લાંબી થઈ રહી છે. બે-પાંચથી દસ દિવસ સુધી એકધારું તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહે એવું આ ઉનાળામાં બનવાનું છે. અગાઉનાં વર્ષોની સરેરાશ કરતાં ૧.૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે અને સમુદ્રની સપાટી પરનું તાપમાન પણ એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે.

هذه القصة مأخوذة من طبعة May 06, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 06, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 mins  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 mins  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 mins  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 mins  |
May 13, 2024
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati

યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.

time-read
4 mins  |
May 13, 2024
જસ્ટ એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.

time-read
1 min  |
May 13, 2024
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
Chitralekha Gujarati

અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી

કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’

time-read
2 mins  |
May 13, 2024
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 mins  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 mins  |
May 06, 2024