જેની ટિકિટોના તોતિંગ ભાવ સાંભળીને મોં આશ્ચર્યથી ફાટી જતું હતું એ વિસ્ટાડોમ કોચ સેન્ટ્રલ રેલવે માટે કમાઉ દીકરો સાબિત થઈ રહ્યા હોવાના આંકડા હમણાં જ આવ્યા. વિસ્ટાડોમ કોચમાં છત કાચની હોય છે અને બન્ને બાજુની કાચની વિન્ડો બહુ મોટી હોય છે, જેથી ચાલુ ટ્રેનમાંથી બહારનાં નયનરમ્ય દશ્યો આસાનીથી જોઈ શકાય છે. પાછલાં વર્ષોમાં રેલવેએ મુંબઈ-અમદાવાદ, મુંબઈ-પુણે, મુંબઈ-ગોવા જેવા અનેક રૂટ પરની ટ્રેનમાં એક-એક વિસ્ટાડોમ કોચ લગાડવાનું શરૂ કર્યું છે.
રેલવેએ આપેલા આંકડા મુજબ મુંબઈ-પુણે રેલમાર્ગ પર દોડતી ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચની ઑક્યુપન્સી લગભગ ૧૦૦ ટકા રહી છે. ખંડાલા-લોનાવલા જેવાં ગિરિમથકો વચ્ચેથી પસાર થતો મુંબઈ-પુણે રેલમાર્ગ એના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. એવું જ કોંકણ થઈને મડગાંવ (ગોવા) સુધી જતા રેલ રૂટનું છે. આ માર્ગો પર વિસ્ટાડોમ કોચિસ લોકપ્રિય ન નીવડે તો જ નવાઈ.
હવે આવો લહાવો જમ્મુ-કશ્મીરમાં મળે તો?
વેલ, મળવાનો જ છે, એય થોડા સમયમાં, કારણ કે કશ્મીર ખીણને રેલમાર્ગે દેશના બાકીના હિસ્સા સાથે જોડવામાં મહત્ત્વનાં સાબિત થાય એવાં એક બ્રિજ અને એક ટનલનું લોકાર્પણ હમણાં જ કરવામાં આવ્યું.
૨૦ ફેબ્રુઆરીએ કશ્મીરની એક દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રની કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓનું અનાવરણ કર્યું, એમાંથી સૌથી વધુ આતુરતાથી જેની પ્રતીક્ષા હતી એ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિનાબ નદી માથે બંધાયેલો રેલવે બ્રિજ છે. ચિનાબ નદી હિમાચલ પ્રદેશના લાહોલ વિસ્તારમાંથી ઉદ્ભવી કશ્મીર અને પંજાબ થઈને પાકિસ્તાનમાં વહી સિંધુ નદીમાં ભળી જાય છે. એના પર બંધાયેલા સેતુની ઊંચાઈ જગતની કેટલીક સુપ્રસિદ્ધ ઈમારતો કરતાં પણ વધારે છે, જે આ પુલને એક ઈજનેરી અજાયબી બનાવે છે.
هذه القصة مأخوذة من طبعة Chitralekha Gujarati - 11 March, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Chitralekha Gujarati - 11 March, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?
આ જરા વધારે પડતું થઈ ગયું?
હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?