Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

શાળાસંચાલક બન્યા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિના ઘડવૈયા

September 25, 2023

|

Chitralekha Gujarati

મારી માટી.. મારા ગણેશઃ 'એથિકલ સ્કૂલ’ના પટાંગણમાં બને છે ગણરાયાની મૂર્તિ.

શાળાસંચાલક બન્યા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિના ઘડવૈયા

જન્માષ્ટમીના આગલા દિવસે સુરતના પૂણા પાટિયા વિસ્તારમાં આવેલી એથિકલ પબ્લિક સ્કૂલના પટાંગણમાં એક બાજુ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થઈ રહી છે તો બીજી બાજુ શાળાનો પાર્કિંગ એરિયા માટીથી મહેકી રહ્યો છે. એક ખૂણામાં કોરી માટીનો ઢગ ખડકવામાં આવ્યો છે. ૫૦ જેટલી બાલદીમાં એ માટી પલાળવામાં આવે છે. મૂર્તિ માટે તૈયાર થયેલી માટીને ગૂંદીને બીબામાં ભરવામાં આવે છે. પાંચેક મિનિટ બાદ એમાંથી બહાર આવે છે ભગવાન શ્રી ગણેશજી. છેલ્લા દોઢ મહિનાથી આ શાળામાં મૂર્તિ બનાવવાની કામગીરી ચાલી રહી છે. લક્ષ્ય ૧૧૧૧ મૂર્તિઓનું છે. એ બનાવવામાં શાળાના અન્ય શિક્ષકો, બસડ્રાઈવર, વૉચમૅન અને વિદ્યાર્થીઓ પણ હોંશભેર જોડાયા છે.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરિબર્તન... મર્રમ... મટ્ટમ

જુદાં જુદાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવે ને જાય, એમાં બીજા વિસ્તારોના લોકોને બહુ રસ ન પડે. જો કે હમણાં યોજાયેલી, ખાસ તો પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પર દેશઆખાની નજર મંડાઈ હતી... અને પરિણામ પણ એવાં જ આવ્યાં. ભાજપવિરોધી ‘ઈન્ડિયા’ સંગઠનના બે સૌથી બોલકા નેતા, નામે મમતા બેનરજી તથા એમ કે સ્ટાલિનનો એમાં પરાજય થયો. બંગાળમાં તો ભાજપે માતબર સરસાઈથી સત્તા પણ મેળવી. તામિલનાડુમાં બે દ્રવિડિયન પક્ષોની લડતમાં રાજકારણનો સાવ નવો નિશાળિયો એવો અભિનેતા વિજય સત્તાની સમીપે પહોંચી ગયો, તો કેરલમમાં ડાબેરી પક્ષોનો છેલ્લો ગઢ તોડી કોંગ્રેસે દસ વર્ષે ફરી જીતનું મોઢું જોયું. આ ત્રણ રાજ્યોમાં તખ્તાપલટો થવા પાછળનું મુખ્ય કારણ છે નવા વિચાર અને ચૂંટણી લડવાની વ્યૂહનીતિમાં ફેરફાર. આ એવા ફેરફાર હતા, જેણે ચૂંટણીનાં પરિણામ ધરમૂળથી બદલી નાખ્યાં. આસામ અને પુડુચેરી (પોન્ડિચેરી)માં તો ધાર્યું પરિણામ જ આવ્યાં. આસામમાં સતત ત્રીજી મુદત માટે ભાજપ જીત્યો, પણ આ વખતે તો ભાજપે એકલે હાથે સંપૂર્ણ બહુમતી મેળવી. એ વિજયના શિલ્પી હિમંત બિશ્વા સર્માએ પક્ષની બીજા સ્તરની નેતાગીરીમાં હવે પોતાનું સ્થાન ઔર મજબૂત કર્યું છે. અહીં જોઈએ, બંગાળ, તામિલનાડુ અને કેરલમમાં સત્તાપરિવર્તન પાછળ કયાં સમીકરણ કામ કરી ગયાં...

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...

ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...

તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.

time to read

1 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!

કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.

time to read

1 min

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ

દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?

વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.

time to read

3 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size