પાકિસ્તાન નામના દોજખમાં નથી જવું પાછા અમારે..
Chitralekha Gujarati|September 18, 2023
હરિદ્વારની જાત્રા નિમિત્તે પાકિસ્તાનથી ભારત આવેલા કોળી સમાજના ૪૦થી વધુ લોકોએ અત્યારે મોરબીમાં આશરો લીધો છે. ધરમના નામે અન્યાય અને અત્યાચાર, પાયાની સુવિધાનો અભાવ તથા કારમી મોંઘવારીએ પાકિસ્તાનમાં એમનું જીવન દોહ્યલું બની ગયું છે અને એ જ કારણે હવે એમણે પોતાનું મૂળ વતન છોડી અહીં જ સ્થાયી થવું છે.
દેવેન્દ્ર જાની (મોરબી)
પાકિસ્તાન નામના દોજખમાં નથી જવું પાછા અમારે..

અમે ત્યાંના નરકમાંથી માંડ બહાર નીકળ્યા હોઈએ એમ લાગે છે. અમારે હવે પાકિસ્તાન પરત જવું નથી. અમે બાલબચ્ચાં સાથે અહીં ભારતમાં આવ્યા છીએ. અમે કોળી હિંદુ છીએ. અમારી ભારત સરકારને અરજ છે કે અહીં આશરો મળે એવું કંઈક કરે. બસ, અમારે બીજું કંઈ જોઈતું નથી..

પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતો અત્યારે તો મોરબી કોળી સમાજની વાડીમાં રહે છે, પણ સવાલ છે, ક્યાં સુધી રહી શકશે?

સૌરાષ્ટ્રના મોરબીમાં કલેક્ટર કચેરી નજીક આવેલી કોળી સમાજની વાડીમાં અત્યારે ખાસ્સી ચહલપહલ છે. મોટું ખુલ્લું મેદાન અને લાંબી મોટી ઓસરીવાળી જ્ઞાતિની વાડીમાં પ્રવેશ કરતાં જ થોડાં બાળકો ખાટલા અને બાંકડા પર બેસી ધિંગામસ્તી કરતાં જોવા મળે છે. ઓસરીમાં સામાનનાં થોડાં પોટલાં પડ્યાં છે અને એક ખૂણે કેટલીક સ્ત્રી રસોઈ બનાવતી નજરે પડે છે. ના, સમાજમાં કોઈનાં લગ્ન કે બીજા પ્રસંગની ધમાલ નથી. અત્યારે તો અહીં પાકિસ્તાનથી આવેલા કોળી સમાજના ૪૦ જેટલા લોકોએ આશરો લીધો છે અને એમને મળવા સ્થાનિક આગેવાનોની આવ-જા સતત ચાલુ છે. એમના મોઢે પેલા આગંતુકો એક જ વિનંતી કર્યે રાખે છેઃ અમને અહીં કાયમ માટે રહેવા મળી જાય એવી વ્યવસ્થા થાય તો જોજો!

પાકિસ્તાનની હાલત અત્યારે કેવી છે એ આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા હશે. રાજકીય અંધાધૂંધી ચરમસીમાએ પહોંચી છે, મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે, ધર્મઝનૂની લોકોએ પ્રશાસન પર કબજો જમાવી દીધો છે. આવી અરાજકતા હોય ત્યારે ધાર્મિક લઘુમતીમાં હોય એ સમાજના લોકોની દશા વિશે તો વિચારીનેય કંપારી છૂટે. એમાંય અત્યારે મોરબીમાં જેમણે આશ્રય લીધો છે એ તો તદ્દન ગરીબ મજૂર પરિવારના લોકો છે. પાકિસ્તાનમાં અતિશય મોંઘવારીને લીધે એમનું બે ટંક ખાવાનું પણ દુર્લભ બન્યું છે. બાળકોનું કોઈ ભવિષ્ય નથી. સુરક્ષાનો મુદ્દો પણ મોટો છે અને એ કારણે જ એમણે પાકિસ્તાની ધરતી પર પાછો પગ પણ મૂકવો નથી.

هذه القصة مأخوذة من طبعة September 18, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 18, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
Chitralekha Gujarati

સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...

ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.

time-read
2 mins  |
May 13, 2024
નિવૃત્તિ હોય તો આવી!
Chitralekha Gujarati

નિવૃત્તિ હોય તો આવી!

ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.

time-read
2 mins  |
May 13, 2024
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 mins  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 mins  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 mins  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 mins  |
May 13, 2024
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati

યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.

time-read
4 mins  |
May 13, 2024
જસ્ટ એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.

time-read
1 min  |
May 13, 2024
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
Chitralekha Gujarati

અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી

કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’

time-read
2 mins  |
May 13, 2024
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024