يحاول ذهب - حر
આશીની ડબલ ટ્રબલ
July 03, 2023
|Chitralekha Gujarati
કામવાળી બાઈ માંદી પડે એમાં તો ઘરમાં શુંનું શું થઈ જાય!
લક્ષ્મી જે બોલી એ સાંભળીને આશીને ( પરસેવો છૂટી ગયો. બે બાજુએથી તકલીફ ઊભી થઈ હતી. ગીતાબહેનના કાકા ગુજરી ગયા હોવાથી એ ખરખરો કરવા દિલ્હી ગયાં અને આ તરફ કામવાળી લક્ષ્મી માંદી પડી. ઘરકામની તેમ જ રસોઈની બેવડી જવાબદારી આશી પર આવી પડી. વળી, પોતાનું બ્યુટી પાર્લર પણ ન છોડાય.
‘રસોઈ હું કરીશ, પણ દરેકે પોતપોતાનાં વાસણ માંજી નાખવાનાં.’ આશીએ એલાન કર્યું, એ સૌએ સહર્ષ વધાવી લીધે જ છૂટકો હતો.
‘એમાં શું? આપણું ઘર તો ગંદું થતું જ નથી. એક દિવસ કચરો વાળવાનો અને બીજા દિવસે ઊભું પોતું ફેરવી દેવાનું.’ ઘરકામ રમતવાત હોય એમ શાંતિભાઈ બોલ્યા. એમણે ચપટી વગાડી, પણ આ વખતે વાગી નહીં.
‘મારે સમયસર સ્ટોર પર પહોંચવાનું હોય.’ મુકેશભાઈએ છટકબારી શોધવા માંડી. એ સાંભળી અમિત બોલ્યો: ‘મારે પણ તો ઑફિસ હોય ને? મોડો પડીશ તો નોકરી જશે.’
‘એમ કરીએ, દરેક પોતપોતાનો રૂમ સાફ કરી લે. બાકીની સફાઈ હું કરી લઈશ. બાપુજી, તમે ચિંતા ન કરતા.’ આશીએ વ્યાવહારિક સૂચન કર્યું.
‘એમ કાંઈ ચાલે? હું મારાથી બનતી બધી મદદ કરીશ.’ ઘરના મોભી શાંતિભાઈ સહાયરૂપ થવાને કાજે બોલ્યા. એ આમેય સવારે વહેલા ઊઠી જતા. આવા કપરા સમયે ઘરકામમાં મદદરૂપ થવાની નૈતિક ફરજ સમજી એમણે દૂધ લઈ ગૅસ પર ગરમ કરવા મૂક્યું, પણ મૂક્યું તે મૂક્યું.
દૂધ ગરમ થાય ત્યાં સુધી છાપામાં નજર ફેરવી લઉં… વિચારી એમણે છાપું હાથમાં લીધું. ત્યાં તો બગાસાં ખાતા મુકેશભાઈ બહાર આવ્યા. ‘શું છે આજના સમાચાર?' પૂછ્યા બાદ છાપામાં વાવાઝોડાના સમાચાર વાંચીને બન્ને કચ્છસૌરાષ્ટ્રની અવદશાની વાતે ચડ્યા એમાં ગૅસ પર મૂકેલા દૂધમાં પણ વાવાઝોડું આવી ગયું. ભારે પવનને લીધે ગુજરાતનાં ઘણાં ગામમાં દરિયાનાં પાણી ઘૂસી ગયાં હતાં એમ અહીં તપેલામાંથી ઊભરાયેલા દૂધની નદીઓ વહેતી થઈ.
‘શેની વાસ આવે છે?’ અમિત બહાર ધસી આવ્યો ત્યારે શાંતિભાઈને ખયાલ આવ્યો કે દૂધ હતું-ન હતું થઈ ગયું.
- હવે કરવું શું, શાંતિલાલ? એમણે આદતવશ જાતને ટપારી.
هذه القصة من طبعة July 03, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
