Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

ઋતા દેસાઈ: અમદાવાદની રોબોટ ગર્લ

June 05, 2023

|

Chitralekha Gujarati

નાનપણથી ભણેશ્રી કહી શકાય એવી આ યુવતીએ અમેરિકામાં રોબોટિક્સ ક્ષેત્રે અભ્યાસ અને સંશોધનમાં નામના મેળવી છે. હવે એનો સંકલ્પ છે ઘરેલુ ઉપયોગ માટે રોબોટ ટેક્નોલૉજીનો આવિષ્કાર.

- મહેશ શાહ

ઋતા દેસાઈ: અમદાવાદની રોબોટ ગર્લ

અમદાવાદની એક હૉસ્પિટલનાં ટેક્નિશિયન ગીતા પરિમલ દેસાઈને ઈચ્છા હતીઃ દીકરી ઋતા ડૉક્ટર બને. ગુજરાતના માહિતી વિભાગના અધિકારી પરિમલ દેસાઈ ઋતાને કહેતાઃ જીવનનો રાહ જાતે પસંદ કરજે.

દેસાઈદંપતીએ ઋતાની એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાવી. એ આધારે કાઉન્સેલરે સલાહ આપીઃ તમારી દીકરીમાં નેતૃત્વ અને સંચાલનના સારા ગુણો છે. એ સરળતાથી આઈએએસ અધિકારી બની શકશે.

જો કે બન્યું સાવ જુદું. ઋતાએ નવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી. એણે અમેરિકા જઈ રોબોટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી તથા પીએચ.ડી. પણ મેળવી અને હવે એ અમેરિકામાં ફેસબુક (મેટા)માં રિસર્ચ સાયન્ટિસ્ટ છે.

આવું કેવી રીતે બન્યું? એ પહેલાં જાણીએ, ઋતા દેસાઈ કોણ છે?

મૂળ નવસારી જિલ્લાના તલાવચોરા ગામના અનાવિલ સમાજના પરિમલ દેસાઈને બે સંતાનઃ ઋતા અને નિસર્ગ.

ઋતા અંજાર (કચ્છ)માં હજી તો ત્રીજીમાં હતી ત્યારે ત્રણથી સાત ધોરણનાં બાળકો માટેની જિલ્લાકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની.

સમય જતાં બદલી થતાં પરિમલભાઈ અમદાવાદમાં સ્થાયી થયા. બન્ને સંતાન ભણવામાં હોશિયાર અને જિજ્ઞાસુ. ઋતા બારમાની બોર્ડ એક્ઝામમાં ગુજરાતમાં ટૉપ ટેનમાં આવી. એક પત્રકારે એની સિદ્ધિને બિરદાવી ત્યારે ઋતાએ સહજભાવે કહ્યું હતું: ‘સારા માર્ક્સ મેળવ્યા એ સિદ્ધિ નથી. હું કોઈ શોધ-સંશોધન કરું એ મારી સિદ્ધિ ગણાય એટલે તો એ માટે પ્રયત્ન કરવા છે.’ 

યુવાવયે સેવેલું સપનું સમય જતાં સાકાર થયું. અલબત્ત, એ માટે એણે સખત મહેનત કરી. ઋતાએ સુરતની નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું. એ કૉલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યારે એને જર્મનીની ડીડીએડી સ્કૉલરશિપ મળી. એ પછી એણે જર્મનીમાં ચારેક મહિના સુધી રોબોટિક્સની તાલીમ લીધી. એમાં રસ પડ્યો. જો કે જર્મનીની યુનિવર્સિટીમાં રોબોટિક્સમાં સંશોધન માટે મર્યાદિત અવકાશ હતો. એની પાસે બે વિકલ્પ હતાઃ જર્મનીની યુનિવર્સિટીમાં કોઈક અભ્યાસ કરવો અથવા રોબોટિક્સ ભણવા અન્ય દેશમાં જવું. એ દ્વિધામાં લીધેલો નિર્ણય જીવનનો ટર્નિંગ પૉઈન્ટ બન્યો. એને વિશ્વની જાણીતી અમેરિકાની કાર્નેગી મેલોન યુનિવર્સિટીની રોબોટિક્સ ઈન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન મળ્યું.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size