મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|May 29, 2023
અમૃત મેળવવા માટે દેવો અને અસુરોએ સાથે મળીને મહેનત કરવી પડશે. જગતની સર્વ ઔષધિ અને સર્વ રત્નો મહાસાગરમાં નાખીને એને વલોવવામાં આવશે તો એમાંથી અમૃત પ્રાપ્ત થશે.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

જીવસૃષ્ટિના આરંભકાળની આ વાત છે. નવા નવા જીવો અસ્તિત્વમાં આવી રહ્યા હતા. એ વખતે મહર્ષિ કશ્યપની પત્ની કન્નુએ મૂકેલાં હજાર ઈંડાંમાંથી પાંચસો વર્ષ બાદ હજાર નાગપુત્રો જન્મ્યા. ત્યારે તો કઠ્ઠુ બહુ રાજી થઈ, પરંતુ આગળ જતાં પુત્રો સાથે વાંકું પડતાં આ માતાએ પોતાના જ દીકરાઓને અત્યંત આકરો શાપ આપ્યોઃ ‘પાંડુવંશી જનમેજયના સર્પયજ્ઞમાં અગ્નિ તમને બાળી મૂકશે.’

આ કદ્રુની બહેન વિનતા પણ કશ્યપ ઋષિની પત્ની હતી. બન્ને બહેનોએ પતિના વરદાન થકી જ ઈંડાં મૂકેલાં. કદ્રુનાં હજાર સામે વિનતાએ ફક્ત જ ઈંડાં મૂકેલાં. પાંચસો વરસે કદ્રુના પુત્રો તો જન્મ્યા, પરંતુ વિનતાએ મૂકેલાં ઈંડાં ન ફૂટ્યાં. નાની બહેન વહેલી માતા બની ગઈ વાતે મોટી બહેન વિનતા વ્યથિત થઈ. માસી બનવાની ખુશી કરતાં માતા ન બનવાનું દુઃખ એણે વધુ પ્રબળ રીતે અનુભવ્યું.

વિનતાએ જગતની પેલી અત્યંત શક્તિશાળી એવી તમે લઈ ગયા, અમે રહી ગયાવાળી, ફોમો (ફિયર ઑફ મિસિંગ આઉટ)ની લાગણી અનુભવી. 

પોતાનાં બે ઈંડાં વિનતાની નજર સામે હતાં. એ સમજતી હતી કે ઈંડાં એની જાતે ફૂટે એ જ યોગ્ય ગણાય, પરંતુ ઓછપ અને અકળામણ અનુભવી રહેલી વિનતાથી રહેવાયું નહીં. એણે જલદી પુત્ર મેળવી લેવાની અધીરાઈથી પ્રેરાઈને પોતાનાં બેમાંનું એક ઈંડું હાથ વડે ફોડી નાખ્યું.

એ ઈંડામાંથી પુત્ર બહાર આવ્યો. વિનતા એને જોઈને ડઘાઈ ગઈ. પુત્ર અડધો કાચો હતો. એનો કમરથી ઉપરનો ભાગ ઘડાઈ ચૂક્યો હતો, પરંતુ બાકીનો ભાગ હજુ આકાર પામ્યો નહોતો. પુત્રએ જન્મતાંની સાથે જ માતાને શાપ આપ્યોઃ ‘હે માતા, મારી હાલતનું કારણ તમે છો. તમે તમારી બહેન કદ્રુ પ્રત્યે ઈર્ષ્યા અનુભવો છો. તમે એનાથી ચડિયાતી બનવા માગો છે, પણ જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે કદ્રુથી ઊતરતા સ્થાને રહેવું પડશે. તમારે ૫૦૦ વર્ષ સુધી માસીની દાસી બનવું પડશે.’

આ શાપ સાંભળીને વિનતા ભાંગી પડી. એને ખૂબ પસ્તાવો થયો, પરંતુ હવે શું થાય? તબ પછતાવત ક્યા હોવે જબ ચીડિયા ફૂગ ગઈ ખેત..

هذه القصة مأخوذة من طبعة May 29, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 29, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 mins  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 mins  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 mins  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 mins  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 mins  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 mins  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 mins  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 mins  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 mins  |
April 29, 2024