સ્કૂલના મિત્રો મૂવી જોવા કે પાર્ટી મનાવવા જતાં ત્યારે ખુશ્વી એના પિતાની આંગળી ઝાલીને પબ્લિક મીટિંગમાં જતી. મતદાનની ટકાવારી વધારવા માટેનું વોટ મુંબઈ કૅમ્પેન હોય, મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સામાન્ય મતદારને ઉમેદવાર બનાવીને એને જિતાડવાની જીદ હોય કે પછી અન્ય કોઈ સમાજસેવાનાં કામ, દીકરી ખુથ્વી હંમેશાં એના પપ્પા મયંક ગાંધીનો પડછાયો બનીને રહેતી.
આવાં કોઈ પણ કૅમ્પેન કે ચર્ચાસત્રમાં પપ્પા માટે નોટ્સ બનાવવાનું કામ ખુથ્વી ખુશીથી કરી આપતી. સમજો કે ૧૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં ખુશ્તીએ નાગરિકશાસ્ત્રનો બહોળો પ્રેક્ટિકલ અનુભવ લઈ લીધો.
કટ ટુ ૨૦૧૦..
ખુશ્વી કેન્દ્રીય લોકસેવા આયોગ (યુપીએસસી)ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે છે, પણ એની મેઈન્સ પરીક્ષામાં ફરજિયાત ભારતીય ભાષા તરીકેના ગુજરાતીના પેપરમાં એ નપાસ થાય છે એટલે બીજા વિષયનાં પેપર્સ ચેક જ નથી થતાં. નિરાશ થયા વિના ખુથ્વી ચુપચાપ ગુજરાતી પાક્કું કરવા બેસી જાય છે. બીજા વર્ષે એ પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યૂ ત્રણેય પાસ કરીને ઑલ ઈન્ડિયા લેવલે ૨૫૫મી રૅન્ક મેળવે છે. એને ઈન્ડિયન રેવન્યૂ સર્વિસિસ (ઈન્કમ ટૅક્સ)માં પ્રવેશ મળી જાય છે.
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે ખુશ્વી ગાંધીને એમની જાહેર સેવા બદલ સમ્માનિત કરાયાં હતાં.
પિતા મયંક ગાંધીના જૂહ-મુંબઈસ્થિત નિવાસસ્થાને પ્રિયદર્શિની સાથે વાત કરતાં ખુથ્વી કહે છેઃ ‘આઈએએસ પછી સેકન્ડ ચૉઈસ તરીકે મેં રેવન્યૂ સર્વિસિસ જ રાખેલી, કેમ કે એનાથી ઉપરની ગણાતી ફોરેન સર્વિસ જોઈન કરીને વિદેશ જવું નહોતું અને પોલીસ અધિકારી-આઈપીએસ તરીકેનું કાર્ય મારા સ્વભાવમાં નહોતું.’
ખુશ્વી ઉમેરે છે કે રેવન્યૂ અધિકારી તરીકેનો અમારો ફાઉન્ડેશન કોર્સ હૈદરાબાદમાં થયો હતો. એક સિવિલ સર્વન્ટમાં જરૂરી એવી વિશિષ્ટતા તથા ચરિત્ર ઉપસાવવા માટેનો એ અભ્યાસક્રમ અત્યંત રસપ્રદ હતો. અમને તાલીમ આપવા ભારતના બેસ્ટ થિન્કર્સ આવતા. અનેક રાજ્યના રાજ્યપાલો, અરે! સ્વયં રાષ્ટ્રપતિ સાથે ચર્ચાસત્ર યોજાતાં. ઉદ્યોગજગત ને આઈઆઈએમ જેવી ટૉપ ઈન્સ્ટિટ્યૂટના પ્રશિક્ષકો સાથે સેશન્સ યોજાતાં.
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.