તમને કિયા તે મોડેલ ગમશે રાજઃ ગુજરાત, રાજસ્થાન કે દિલ્હી?
Chitralekha Gujarati|November 14, 2022
ત્રણ દાયકા પછી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જામવાનો ત્રિપાંખિયો જંગ.
કેતન ત્રિવેદી (ગાંધીનગર)
તમને કિયા તે મોડેલ ગમશે રાજઃ ગુજરાત, રાજસ્થાન કે દિલ્હી?

તો, થઈ જાવ તૈયાર. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને ગુજરાતમાં એ તહેવારની ઉજવણીની ઘડીઓ ગણાઈ ચૂકી છે. ડિસેમ્બર, ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા વચ્ચે ભાજપ માંડ માંડ ૯૯ બેઠક જીત્યો એ પછી ૨૦૨૨ સુધીમાં ગુજરાતના રાજકારણમાં ઘણું બદલાયું. મુખ્ય મંત્રી પણ બદલાયા. વિજય રૂપાણી ગયા ને ભૂપેન્દ્રભાઈ આવ્યા.

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં હાંફી ગયેલા ભાજપે જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરીથી તમામેતમામ ૨૬ બેઠક જીતીને મોદીનો ડંકો વગાડી દીધો. ૨૦૧૭માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા એમાંના કેટલાક આજે ભાજપના ધારાસભ્ય-મંત્રી છે. પાટીદાર આંદોલનના આગેવાનો આંદોલનકારી મટીને રાજકારણી બની ગયા છે અને એક સમયે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે બેફામ વાણી-વિલાસ કરનાર હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાઈ ચૂક્યો છે. ઈન શૉર્ટ, આ પાંચ સાબરમતીના રાજકીય ગાળામાં વર્ષના પાણીએ ઘણા વાણીએ પણ પ્રવાતો બદલ્યા છે.

- અને હવે ફરીથી જંગ જામી રહ્યો છે. ભાજપ એનો એ જ છે, કોંગ્રેસ પણ એની એ જ છે, ચહેરાઓ પણ મોટા ભાગે એના એ જ છે અને તેમ છતાંય ૨૦૨૨નો જંગ ગુજરાતની અગાઉની વિધાનસભા ચૂંટણી કરતાં આ વખતે ઘણો અલગ છે. આમ તો દર વખતે ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠક મળશે, કોંગ્રેસ કાંઈ કરી શકશે કે નહીં, મોદી છેલ્લી ઘડીએ કેવો દાવ મારશે એવી બધી ચર્ચા થતી હોય છે, પણ આ વખતે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીને કારણે રાજકીય તખ્તો બદલાયેલો લાગે છે. મંગળવાર, એક નવેમ્બરે આ લખાઈ રહ્યું છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવું થવું થઈ રહી છે. શક્ય છે કે તમે આ અંક વાંચતાં હશો ત્યારે ચૂંટણીપંચ એની જાહેરાત કરી ચૂક્યું હશે.

આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો હાથ ઉપર હોવાનું સૌ માને છે, પણ તેમ છતાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થતી હોય તો એ છે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજા રાજકીય પરિબળની. એવું નથી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી લડી રહી છે. અગાઉ પણ આપના ઉમેદવારો વિધાનસભા-લોકસભામાં લડી ચૂક્યા છે અને હારી ચૂક્યા છે.

هذه القصة مأخوذة من طبعة November 14, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 14, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 mins  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 mins  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 mins  |
May 13, 2024