બિંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

હિમાલયની રળિયામણી તળેટીઓમાં ફરતાં-ફરતાં ક્યાંકથી બૅગપાઇપના સૂર કાનને સ્પર્શી જાય તો ચોંકી ન જતાં! નક્કી આસપાસમાં જ કુમાઉના કલાકારોની મંડળી એ સંગીતના લયમાં ઝૂમી રહી હશે. સ્કોટલૅન્ડના વિશ્વ પ્રસિદ્ધ 'The Highland Fling'ના પરંપરાગત વાઘ બૅગપાઇપના સૂરો અહીં હિમાલયન હાઈલૅન્ડ પર સાંભળવા મળે તો કોઈને પણ અચરજ થાય એ સ્વાભાવિક છે. સ્કોટલૅન્ડના જાણીતા ‘હાઈલૅન્ડ ડાન્સ’ની જેમ જ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશનું લોકપરંપરાગત નૃત્ય છે ‘છોલિયા’. આ દેશી અને વિદેશી નૃત્યને જોડે છે તેનું ખાસ વાદ્ય ‘બૅગપાઇપ’. બંને નૃત્ય વચ્ચેનો ઐતિહાસિક સંબંધ રસપ્રદ છે અને તેથી પણ રસપ્રદ છે ‘છોલિયા’નો ઇતિહાસ.

કુમાઉની ભાષામાં ‘છોલિયા’ શબ્દ મૂળ ‘છલિયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અન્યને છળ કરનાર કે છેતરનાર. તેના કલાકારો ‘છોલ્યાર' તરીકે ઓળખાય છે. વિરોધી પક્ષ પર છળથી હુમલો કરવા કે સ્વરક્ષણ કરવા માટે આ કલાનો ઉપયોગ થતો હતો. કેરળના કલરીપાયાટ્ટુની જેમ ‘છોલિયા’ નૃત્ય માર્શલ આર્ટ ટૅનિકનું કલાકીય પ્રદર્શન છે. ઉત્તરાખંડ રાજ્યમાં મુખ્ય બે જનસમૂહ બે ગઢવાલ અને કુમાઉં. આ બંને સમુદાયો એ પોતાની લોકસંસ્કૃતિનું સારી રીતે જતન અને  સંવહન કર્યું છે. લોકગીતો ઉપરાંત લોકનૃત્યો પણ ઉત્તરાખંડનું સાંસ્કૃતિક વૈવિધ્ય દર્શાવે છે. દેવભૂમિ ઉત્તરાખંડના કણ-કણમાં દેવીદેવતાઓનો વાસ છે, કારણ કે અનેક દેવસ્થાનો સાથે અહીં પહાડ, નદી, ઝરણાંમાં પ્રકૃતિ પ્રસન્ન ભાવે ખીલી છે.

ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ પ્રદેશમાં એટલે કે અલ્મોડા, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢમાં છોલિયા નૃત્ય અત્યંત લોકપ્રિય છે. સેંકડો વર્ષ જૂની આ નૃત્ય શૈલીની ભૂમિકા યુદ્ધકલા સાથે જોડાયેલી છે. વર્ષો પહેલાં કુમાઉના ક્ષત્રિયો ખાસ કરીને કાત્યુરીઓના સમુદાયમાં તેની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 04/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 04/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024