બીંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 13/04/2024
સમય સાથે વિવિધ સ્વરૂપે નિખરતી પિછવાઈ ચિત્રકલા
પ્રિયંકા જોષી
બીંજ-થિંગ

કલા એ કલાકારની અંગત અભિવ્યક્તિ છે. કલાકારના મનોમંથનમાંથી પ્રગટ થતું નવનીત ભાવકને તૃપ્ત કરે છે, ત્યારે કલા સિદ્ધ થાય છે. એટલું જ નહીં, કલાનો પ્રભાવ ચિરંજીવી હોય છે. તેના સ્વરૂપમાં ભાવાભિવ્યક્તિ ઉપરાંત લોકકાલના પ્રવાહો પણ સચવાયેલા હોય છે. જનમાનસ પર પડેલી વ્યાપક અસરને કલાકાર જનતાના પ્રતિનિધિરૂપે વ્યક્ત કરે છે. પેઢી દર પેઢી તેનું સંવહન થાય છ. સાથે-સાથે તેમાં નવા પ્રવાહો ઉમેરાતા રહે છે. આ પ્રવાહો તેને વધુ ને વધુ ને સમૃદ્ધ કરે છે. રાજસ્થાનના શ્રીનાથદ્વારાની પ્રખ્યાત પિછવાઈ કલા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મધ્યપ્રદેશના ભીમબેટકા ખાતે મળેલા ૧૨૦૦૦ વર્ષ જૂના ભીંતચિત્રોથી શરૂ થયેલી દશ્યાત્મક કલાની આ યાત્રા આજે મૂવીઝ અને ગ્રાફિક્સ સુધી પહોંચી છે. દશ્યકલાના ઇતિહાસમાં ચિત્રકલાના સ્વરૂપનું અનોખું સ્થાન છે. સમય સાથે તેની ઉપયોગિતા, સ્થાન અને મહત્ત્વના આધારે તેના સંદર્ભો બદલાતાં રહ્યા છે. તેરમી સદીમાં રાજસ્થાની, શીખ અને કાંગડાની લઘુચિત્રોની પરંપરા પર રાજ-રજવાડાંનું વર્ચસ્વ હતું. આ ચિત્રો દ્વારા થતું દશ્યાત્મક આલેખન મોટા ભાગે સંદેશાવ્યવહાર અને દસ્તાવેજીકરણ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. તેથી તે ઐતિહાસિક મૂલ્ય પણ ધરાવે છે. સોળમી સદીમાં રાજસ્થાની અને પહાડી લઘુચિત્રો ઉપરાંત ફાડ અને પિછવાઈ જેવી ચિત્રોશૈલીઓનો જન્મ થયો. આ ચિત્રોમાં અભિવ્યક્તિની સાથે સાંસ્કૃતિક પરંપરાઓ પણ વણાયેલી છે, જે પેઢીઓ સુધી ટકી રહી છે.

મુઘલ શાસક ઔરંગઝેબથી ભગવાન કૃષ્ણની મૂર્તિને બચાવવા માટે તેને વૃંદાવનથી અન્ય સ્થળે ખસેડવામાં આવી રહી હતી. રક્ષકો સિંહાદ ગામે પહોંચ્યા ત્યારે બળદગાડાનાં પૈડાં ફસાઈ ગયાં અને તેને આગળ ખસેડી શકાયા નહીં. આ સંકેતને ભગવાનની ઇચ્છા માનીને ત્યાં જ મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી થયું. આ રીતે અરવલ્લીના ડુંગરા વચ્ચે બનાસ નદીના કિનારે, રાજસમંદ જિલ્લામાં, ઉદયપુરથી ૪૮ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, મેવાડના મહારાણા રાજસિંહના શાસિતપ્રદેશમાં શ્રીનાથજીના મંદિરનું નિર્માણ નિશ્ચિત થયું. ઈ.સ. ૧૬૭૨માં રાજસ્થાનના શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરના નિર્માણ સાથે જ ચારસો વર્ષ પહેલાં પિછવાઈ કલાની શરૂઆત થઈ હોવાના પ્રમાણો મળે છે. આ ચિત્રો એક પરંપરાગત લોકકલાનું ધાર્મિક સ્વરૂપ છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024