પાકિસ્તાનના સિન્ધ પ્રાંતમાં વસતા સોઢા સમાજના લોકોએ ભારત સાથેનાં યુદ્ધો પછી પાકિસ્તાન છોડવું પસંદ કર્યું હતું. ગુજરાતમાં રહેવાનું પસંદ કરનારા સોઢા પરિવારોને કચ્છમાં વસાવાયા. તેમને સરકારે જમીન આપી, ઘર બનાવવા પ્લોટ આપ્યા. તેમનાં નવાં ગામ વસાવ્યાં. બધું જ તેમને સગવડ આપવા કરવામાં આવ્યું, પરંતુ અડધી સદી વીતી જવા છતાં આ ગામો મહેસૂલ વિભાગના ચોપડે ચડ્યા નથી. મહેસૂલી દરજ્જો ન મળવાથી ગામોને ગ્રામ પંચાયત મળી શકતી નથી, વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડે છે, રેશનિંગની દુકાનો પણ મળી શકતી નથી, આરોગ્યની સુવિધા મળતી નથી.
આઝાદી પૂર્વે પાકિસ્તાન ભારતનો જ એક ભાગ હતું. એકબીજાને અડીને આવેલા કચ્છ અને સિન્ધ પ્રાંત ભાગલા પછી અલગ-અલગ દેશનો ભાગ બન્યા. ભારત પાકિસ્તાન વચ્ચે થતાં યુદ્ધો વખતે અને તે પછી પણ સિન્ધમાં રહેતાં હિન્દુ લોકોની સ્થિતિ મુશ્કેલીભરી બનતી હતી. ભવિષ્યમાં ઊભી થનારી કપરી સ્થિતિ ટાળવા અનેક હિન્દુ પરિવારોએ ભારતમાં આવીને વસવાનું પસંદ કર્યું. અનેક લોકો રાજસ્થાનમાં વસ્યા અને અનેક ગુજરાતમાં આવ્યા. કચ્છ સરહદ સૂની ન રહે, ત્યાં તે વિસ્તારના જાણકાર લોકો વસે તેવી સ્થિતિ દેશની સુરક્ષાના હિતમાં હતી. આથી સરકારે સિન્ધથી આવેલા સોઢા સહિતના વિવિધ સમાજના પરિવારોને કચ્છ સરહદે વસાવ્યા. આ પરિવારોને રહેવા માટે, આજીવિકા માટે જમીનો આપી, ગામો વસાવી આપ્યાં, પરંતુ છેલ્લાં ૫૦ વર્ષથી વસેલા સોઢા પરિવારોનાં ગામોને હજુ મહેસૂલી દરજ્જો મળ્યો નથી. આ ગામોના લોકો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ ગામો મહેસૂલી ચોપડે ચડતાં નથી.
هذه القصة مأخوذة من طبعة November 11, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 11, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?