કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN|May 25, 2024
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
સુચિતા બોઘાણી કનર
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

કચ્છના લોકોની કલા વિખ્યાત છે. અલગ-અલગ પ્રકારનું ભરતકામ, એરંડિયાના તેલ અને કુદરતી રંગોથી કપડાં ઉપર બનતી અદ્ભુત ડિઝાઇન - રોગાન, બ્લોક પ્રિન્ટિંગથી ગળી જેવા રંગનો મહત્તમ ઉપયોગ કરીને હાથેથી છપાતું અજરખ વિશ્વવિખ્યાત છે. ખૂબ મહેનત પછી તૈયાર થતાં કલાના નમૂનાઓએ ફૅશનમાં પોતાનું સ્થાન નક્કી કરીને એક ઊંચાઈ હાંસલ કરી છે. આ કલાઓને હવે જી.આઈ.(જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ (ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા) મળે છે. આ ટેગ મળવાથી જે-તે કલા અને કસબીની વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા વધે છે. કચ્છનું ભરતકામ, અજરખ, રોગાન, શાલ, બાંધણી, સુફ ભરત, બાંધણી, ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો છે. હસ્તકલાના કસબીઓને મશીનથી તૈયાર થતી નકલના કારણે નુકસાન વેઠવું પડે છે. જી.આઈ. ટેગ મળવાથી કલાની નકલ કરનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાશે. હસ્તકલાના જાણકારોને સાચી હસ્તકલાના નમૂના મળી શકશે. કસબીઓને પૂરતું અને યોગ્ય વળતર પણ મળી શકશે. આ ઉપરાંત તેની નિકાસ વધી શકે અને સરવાળે કસબીઓને અને જે-તે પ્રદેશને આર્થિક ફાયદો થઈ શકશે.

જી.આઈ. ટેગ એટલે શું?

જી.આઈ. ટેગ એટલે કળાની વૈશ્વિક ઓળખનો દસ્તાવેજ. કોઈ પ્રદેશની ખાસિયત સમાન હસ્તકલા, ખેત ઉત્પાદનો કે હાથેથી બનાવાયેલી વસ્તુઓને તેની આગવી ઓળખ જાળવી રાખવામાં મદદરૂપ થવાના ભાગરૂપે જી.આઈ. ટેગ આપવામાં આવે છે. આ પ્રકારની વસ્તુમાં અમુક પ્રકારના સ્થાનિક ગુણ હોવા આવશ્યક છે. તેમ જ તે વસ્તુ પરંપરાગત પદ્ધતિથી બનાવાતી હોય, તેની ગુણવત્તા અને લાક્ષણિકતાઓમાં પણ તેના સ્થાનની ખાસિયત દેખાતી હોય છે. તે વસ્તુમાં સ્થાનિક પરંપરા, સ્થાનિક હવામાન અને ભૌગોલિક સ્થાનની અસર દેખાતી હોય છે. જી.આઈ. ટેગ એ વસ્તુઓ ઉપર વપરાતું ખાસ પ્રકારનું નામ અથવા ચિહ્ન છે. જી.આઈ. ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઑફ ગુડ્સ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) ઍક્ટ ૧૯૯૯ મુજબ ડિપાર્ટમૅન્ટ ઑફ ઇન્ડસ્ટ્રી પ્રમોશન ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડ, મિનિસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નીચે આવતી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે.

هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024