દરેકનું પોતપોતાનું માનવું છે કે આને તેને ભૂલ જ કહેવાય
સૌ એકબીજાને જોઈ શકે છે કે ભૂલ કર્યા વિના ના રહેવાય
ભૂલ એટલે ખોટું પગલું. માનવીનો સ્વભાવ છે કે એ પહેલાં બીજાની ભૂલ જુએ ’ને એ પછી પોતાની જુએ તો જુએ. પહેલાં બીજાની ભૂલ સુધારવાની નીડ જણાય ’ને એ પછી પોતાની ભૂલ સુધારવાની વૉન્ટ જન્મે તો જન્મે. જે રીતે એક માનવીની શોધ ઘણા માનવીનું જીવન સુધારી શકે છે, તેમ એકાદ માનવીની ભૂલ ઘણા માનવીનું જીવન બગાડી શકે છે. સામાજિક ’ને રાજકીય પ્રાણી એવો માનવી પોતપોતાના જૂથ પ્રમાણે ભૂલની પોતીકી વ્યાખ્યા બાંધે છે. સવાલ એ છે કે સમસ્ત માનવગણની ભૂલ કોણ ઓળખશે? જો પશુ, પક્ષી કે વનસ્પતિને માનવીની ભૂલ કાઢવાનો મોકો મળે તો માનવીને પોતાની ઘણી મર્યાદા દેખાઈ શકે. હવા, પાણી, આકાશ, પૃથ્વીથી માંડીને અદશ્ય તેમ જ નાના મોટા જીવજંતુ જેવા બિનમાનવ તત્ત્વો આપણી ભૂલ કાઢી ભૂલને સુધારવાની જીદ પકડે તો આપણું આવી બને. સારું ’ને સાચું પગલું એ કહેવાય કે માનવી પોતાની જાતિની ભૂલ જાતે શોધે ’ને તે ભૂલને સુધારવા પ્રયત્ન કરે. કઈ કઈ ભૂલો? દાખલા તરીકે સિસેરોએ દર્શાવેલી મેનકાઇન્ડની છ ભૂલો.
ગફલત, ચૂક, ખામી, કસૂર, ખોડ, ગુનો, અપરાધ, દોષ, ત્રુટિ, ક્ષતિ, ગેરસમજ જેવા ઘણા શબ્દ ભૂલ માટે છે. ભૂલ શબ્દમાં ભુલાઈ જવાની ક્રિયાનો સંદર્ભ છે એટલે તેને વિસ્મૃતિ પણ કહેવાતી હોય છે. વિસ્મરણ થવું કે અસ્મરણ થવું કે પ્રતિ સ્મરણ થવું, અંતે ફરગેટ થવું કે કરવું. ભૂલ માફ કરવી એ માટે ‘ફરગિવ એન્ડ ફરગેટ’ ઉક્તિ બોલાય છે. ફરગેટના સ્પેલિંગમાં ફોર ’ને ગેટ છે. ભૂલના અંગ્રેજી શબ્દમાં મિસ ’ને ટૅક છે. ખોટું જે લેવાઈ ગયું છે તે. મિસગવ અર્થાત્ અવિશ્વાસ કરવો, શંકા કરવી, ધબકારો ચૂકી જવો. ભૂલ શબ્દ પ્રાકૃત શબ્દ ભુલ્લ પરથી છે જે સંસ્કૃત શબ્દ ભ્રંશ પરથી છે. સંસ્કૃતમાં ભૂલને સ્ખલન, વિચિકિત્સા, પ્રમાદ, વિનિપાત, ભ્રાંતિ, વાસના પણ કહેવાય છે. ભૂલ ’ને ભૂલોક શબ્દને શબ્દશાસ્ત્ર મુજબ સંબંધ નથી. ગુજરાતીમાં ઉક્તિ છે કે ભૂલ તો બ્રહ્માની યે થાય. અંગ્રેજીમાં મિસ્ટેક શબ્દના મૂળને કોમ્યુનિકેશનના લોચા સાથે સંબંધ છે.
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?