અથાણું : કિચન કેબિનેટનો રાજા!
ABHIYAAN|June 03, 2023
મારું ચમકવાનું એક જ કારણ અથાણું મારી પ્રિય વસ્તુ. જે વસ્તુને તૈયાર કરવામાં સોએ સો ટકા મારી જ મહેનત હોય એ વસ્તુ મને બહુ પ્રિય હોય છે
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
અથાણું : કિચન કેબિનેટનો રાજા!

અથાણાંનો ઇતિહાસ લગભગ ૪૦૦૦ વર્ષ જૂનો છે, 'ને તેમ છતાં આજે પણ એ એવરગ્રીન છે! ભારતમાં અથાણું ભિન્ન-ભિન્ન નામોથી ઓળખાય છે. ગુજરાતીમાં અથાણું, હિન્દીમાં અચાર, કન્નડમાં ઉપપિનકાચી, તેલુગુમાં પચાદી, તમિલમાં લોન્ચા તરીકે ઓળખાય છે. અથાણાં બાબતે આપણે ગુજરાતીઓ કે ભારતીયો જ કોલર ઊંચો રાખીને ફરીએ એવું નથી. પૂરા અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં પણ આ મહાશયે લોકોને ઘેલું લગાડ્યું છે. મજાની વાત એ છે કે, ન્યૂ યૉર્કમાં તો અથાણાંનો વાર્ષિકોત્સવ પણ ઊજવાય છે! આજ સુધી ઇતિહાસમાં એવું નોંધવામાં નથી આવ્યું કે ક્યારેય ‘ચટણી ડે’, ‘કચુંબર ડે’ કે પછી ‘રાયતા ડે’ કે ‘છૂંદા-મુરબ્બા ડે’ જેવા કોઈ સ્પેશિયલ ‘ડે’ ઊજવાયા હોય, પણ ‘હિસ્ટ્રી ઑફ પિકલ્સ’માં નોંધાયું છે કે, ૨૦૦૧માં ઍન્યુઅલ પિકલ્સ ડે ફેસ્ટિવલ સૌ પ્રથમ વાર શરૂ થયો.

કહેવાય છે કે, રોમન સમ્રાટ જુલિયસ સીઝર પણ અથાણાંનો ખૂબ જ ચાહક હતો. એ સમયે એવું માનવામાં આવતું હતું કે યુદ્ધ શરૂ થતાં પહેલાં પુરુષોને અથાણું ખવડાવવામાં આવતું હતું, કે તેથી કરીને તેમનામાં શારીરિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય. આનો અર્થ થયો કે અથાણું શક્તિવર્ધક અને ચિંતનવર્ધક તો છે જ!

એ કહેવાય ભલે અથાણું, પણ એનુંય એક ઐતિહાસિક મૂલ્ય છે. જેના વિના સહેજ પણ ચાલે નહીં, એનું જ મહત્ત્વ જોવા મળે છે. ભોજનથાળમાં ભલે ને બત્રીસ શાક અને તેત્રીસ પકવાન હોય, પણ એક અથાણું ન હોય તો એ ભોજનથાળ અધૂરો જ કહેવાય.

થાણું ડરામણું હોય, અથાણું લલચામણું હોય. અથાણું ‘ખાવું’ એ આર્ટ છે. આર્ટ એટલા માટે કે કેટલાક રસિકજનો અથાણાને શાકની જેમ ખાતા હોય છે, પણ એ લોકોને એટલીય ખબર નથી હોતી કે, શાકની સાથે જેવો વહેવાર કરવામાં આવે એવો વહેવાર અથાણાં સાથે ન કરાય. શાકનું સ્ટેટસ આમ આદમી – મતલબ કે સાવ સામાન્ય માણસ જેવું હોય છે, જ્યારે અથાણાંનું સ્ટેટસ તો ખાસ આદમી જેવું મતલબ કે VVIP જેવું હોય છે.

પપૈયાનું અથાણું કોઈએ કર્યું હશે કે કેમ? એ લા-જવાબ સવાલ છે. નારંગી, કેળાં, સફરજન, દાડમ કે ચીકુ જેવાં ફળનાં અથાણાં, કદાચ કોઈ વીરલાઓ કે વીરાંગનાઓ બનાવતાં હશે, તો કેવી રીતે બનાવતાં હશે, એ પણ એક લા-જવાબ સવાલ છે.

هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024