ડિયર નૅચર,
સુરેન્દ્રનગરમાં ભાઈ-તાઈ સ્થાપિત મહિલા બીએડ કૉલેજ છે ત્યાં દીકરીઓ એક ખાસ પ્રવૃત્તિ કરે છે. સંસ્થાના પ્રાંગણમાં એક દીકરી એક વૃક્ષ વાવે છે. એને ઉછેરવાની જવાબદારી પણ એ વિદ્યાર્થિનીની જ હોય. એ જ્યાં સુધી સંસ્થામાં રહે ત્યાં સુધી આ જવાબદારી નિભાવે. એનું ભણવાનું પૂરું થાય અને નવી દીકરી આવે એની જવાબદારી નક્કી થાય. નવાં વૃક્ષ પણ ઊગતાં જાય અને જૂનાંની સંભાળ લેવાતી જાય. આ રીતે ઘણાં વૃક્ષો અહીં ઊગ્યાં છે.
પોરબંદરના અડવાણા ગામમાં ગામની ભાગોળે અનેક વૃક્ષ વાવવામાં આવ્યાં છે. એના ફરતે ઓટો કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં એક પરિવારદીઠ એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી નક્કી થઈ હતી. આજે આ વૃક્ષો ઘટાટોપ થઈ ગયાં છે.
આવા અનેક કિસ્સા ગુજરાત અને દેશમાં છે, પણ એ કિસ્સા એટલા નથી વાતાવરણ શુદ્ધ બની જાય. આ જ કારણે આખા જગતમાં ગૅસ ઉત્સર્જનની સમસ્યા વકરી ગઈ છે. કારખાનાં આગ ઓકે છે અને ઝેરી પ્રદૂષણ પણ ફેલાવે છે. આ બધાના ઉકેલ રૂપે કાર્બન ક્રેડિટનો વેપાર શરૂ થયો છે. થોડા સમય પહેલાં દુબઈમાં પર્યાવરણને લગતી બેઠકમાં ત્રણ વિકલ્પ રજૂ થયા ગૅસ ઉત્સર્જન રોકવા માટે. ફૅક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે એ બંધ કરો અથવા તો વૃક્ષો વાવો અને એય ના કરો તો જે માણસ વૃક્ષો ઉછેરે છે એને પ્રોત્સાહન આપો... આ છેલ્લો વિકલ્પ બધા દેશોએ માન્ય રાખ્યો અને કાર્બન ક્રેડિટનો વેપાર આ બેઠક પછી વધી ગયો છે.
આપણે સામાન્ય રીતે એવું જ સાંભળ્યું છે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. જો કે હવે નવું સૂત્ર છેઃ વૃક્ષો વાવો અને કાર્બન ક્રેડિટ મેળવો. એટલે કે વૃક્ષો વાવી પૈસા મેળવો. કાર્બન ક્રેડિટ મેળવવાના આમ તો ૧૭૦ રસ્તા છે, પણ એમાં સૌથી વધુ વૃક્ષો વાવી વેપાર થાય છે. ભારતમાં ઘણા વિસ્તારોમાં આ રીતે કામ શરૂ થયું છે અને એમાં પણ ગુજરાત અગ્રસર છે.
This story is from the Chitralekha Gujarati - 11 March, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Chitralekha Gujarati - 11 March, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.