વર્ષ ૨૦૨૨ની એક સવારે અમેરિકા-કેનેડાની સીમા નજીક ચાર મૃતદેહ મળી આવ્યા. એક દંપતી ને બે બાળક. સ્થાનિક પોલીસને એ સમજતાં વાર ન લાગી કે આ પરિવાર કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની પેરવીમાં હશે, પણ ભારે બરફવર્ષાને કારણે રસ્તો ભૂલી ગયો હશે અને એકદમ શીત વાતાવરણમાં ચારે જણ ઠરીને ઠીકરું થઈ ગયાં હશે. દેખાવ અને પહેરવેશ પરથી આ ચારેય એશિયન હોય એવું જણાતું હતું.
કેનેડિયન પોલીસની ધારણા સાચી હતી. એ ચાર જણ ભારતનાગુજરાત ના હતાઃ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ, એમનાં પત્ની વૈશાલી, પુત્રી વિહાંગી અને પુત્ર ધાર્મિક. આ પરિવાર ખરેખર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ ઘટનાને બે વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ઘૂસણખોરીના આવા જ પ્રયાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કિસ્સો બહુ મોટો છે. એમાં તો સાગમટે ૩૦૦ જણ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના ઈરાદે અહીંથી નીકળ્યા હતા. ગુજરાત, પંજાબ, તામિલનાડુ, મહારાષ્ટ્ર એમ જુદાં જુદાં રાજ્યોના આ લોકો જુદી જુદી ફ્લાઈટ્સ દ્વારા દુબઈ પહોંચ્યા. ત્યાંથી એમને એક ચાર્ટર્ડ પ્લેન દ્વારા મધ્ય અમેરિકાના નિકારાગુઆ દેશના માનાગુઆ ઍરપોર્ટ લઈ જવાના હતા. એ પછી ત્યાંથી જમીનમાર્ગે ત્રણ દેશોની સરહદ પાર કરાવી એમણે એમના સપનાંના દેશ અમેરિકા પહોંચવાનું હતું, પણ...
૨૧ ડિસેમ્બરે દુબઈથી ઊપડેલી એમની ફ્લાઈટે ફ્રાન્સના નાનકડા વેટ્રી ઍરપોર્ટ પર ઈંધણ ભરવા માટે લૅન્ડિંગ કર્યું એ વખતે કોઈક રીતે આ કૌભાંડનો ભાંડો ફૂટી ગયો. વિમાનમાં ૩૦૩ ભારતીયો ગેરકાયદે અમેરિકા જવા માટે નીકળ્યા હોવાની માહિતી મળતાં આ ફ્લાઈટને ફ્રાન્સમાં જ રોકી દેવામાં આવી. આ ફ્લાઈટમાં મહેસાણા જિલ્લાના જ ૯૬ લોકો હોવાનું કહેવાય છે. આ ફ્લાઈટમાં પ્રવાસ કરનારા દરેક ભારતીય પાસેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ આપવા માટે ૮૦ લાખથી એક કરોડ રૂપિયા લેવામાં આવ્યા હોવાની શંકા છે.
This story is from the January 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.