મુછાળી માની હંમેશાં ઋણી રહેશે બાળકેળવણી...
Chitralekha Gujarati|December 25, 2023
‘બાલ દેવો ભવઃ’ એમનો સિદ્ધાંત હતો, તો રમકડાં, રમત, વાર્તા, અભિનય હતાં એમનાં કેળવણીનાં માધ્યમ. ૧૮૦ પુસ્તકોના લેખક, અનેક કેળવણીકારોના ગુરુ અને નવી શિક્ષણનીતિમાં પણ જેમના પ્રયોગોનો સ્વીકાર થયો છે એ ગિજુભાઈ બધેકા આજેય જીવંત છે અનેક સંસ્થા સ્વરૂપે.
જયેશ દવે
મુછાળી માની હંમેશાં ઋણી રહેશે બાળકેળવણી...

ભા૨ વગરનું ભણતર, દફતર વગરનો દિવસ, પરીક્ષા નહીં... પણ મૂલ્યાંકન, બાળકને ગમે તેવી નિશાળ... આ અને આવી વિવિધ કલ્પના અને એના પર અમલમાં આવેલી અમુક યોજના ચર્ચામાં છે અને સરકાર પણ એના અમલ માટે પ્રયત્નશીલ છે. સરકારી રાહે આ કામ કદાચ નવું છે, પરંતુ ગુજરાતના એક ખૂણે ૧૦૩ વર્ષ પહેલાં આ કેળવણી પદ્ધતિનાં બીજ રોપાયાં હતાં. હા, નવી શિક્ષણ પદ્ધતિની વાત હોય કે રાષ્ટ્રીય શિક્ષણનીતિની બાબત, એનાં મૂળ ભાવનગરના એક બાલમંદિરમાં રહેલાં છે. એનું નામઃ દક્ષિણામૂર્તિ બાલમંદિર.

૧૯૨૦માં શરૂ થયેલું આ બાલમંદિર ખરા અર્થમાં બાળકનું ઘડતર કરતી બાલશાળા હતી. એ સમયનાં બાળમાનસને સમજી કેળવણીનું કામ કરનારી આ પ્રથમ જ નહીં, પરંતુ શ્રેષ્ઠ સંસ્થા હતી. એ કેળવણીનો પાયો નાખ્યો ગિજુભાઈ બધેકાએ. આખું ગુજરાત અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ જેમને મુછાળી મા તરીકે ઓળખે છે એ ગિજુભાઈ.

ગિજુભાઈના પિતા વકીલ, માતા ગૃહિણી અને મામા સ્ટેશન માસ્ટર.  વલભીપુર-વળામાં રહેતા ભગવાનજીભાઈ બધેકા અને કાશીબહેનને ત્યાં ૧૫ નવેમ્બર, ૧૮૮૫માં જન્મેલ ગિરજો ઉર્ફે ગિરજાશંકર પણ શરૂઆતમાં પિતાની જેમ વકીલાત કરતા હતા, પરંતુ કુદરત એમને ન્યાયમંદિરને બદલે વિદ્યામંદિર તરફ લઈ જવા માગતી હતી.

ગિજુભાઈનાં દોહિત્રી અને છેલ્લાં ૩૦ વર્ષથી શિક્ષણમાં વિવિધ કામ કરી રહેલાં અમદાવાદસ્થિત મમતાબહેન પંડ્યા ચિત્રલેખાને કહે છે: ‘મારા નાનાને હું રૂબરૂ તો મળી શકી નથી, પરંતુ એમનાં બધાં જ પુસ્તકો વાંચ્યાં છે. ટેકરીવાળા બાલમંદિરની તળેટીમાં આવેલા એમના ઘરે વૅકેશનમાં જઈને ખૂબ મજા કરી છે. વાર્તાઓ દ્વારા, રમતો દ્વારા અને બાળક સાથે એની જેવા જ બનીને કેળવણીનું કામ કેવી રીતે થઈ શકે એ પ્રયોગો નાના એટલે કે ગિજુભાઈ ઘરમાં પણ કરતા અને એ વાતો મારી માતા કહે ત્યારે થાય કે કેળવણીનું આવું અદ્ભુત કામ આવા ભેખધારી જ કરી શકે!’

નાનાના પગલે ચાલવા પ્રયત્નશીલ મમતાબહેને સો જેટલાં પુસ્તકો લખ્યાં છે અને ગિજુભાઈ બધેકા વિશે વેબસાઈટ ડેવલપ કરી છે. આ વેબસાઈટ પર ગિજુભાઈ બધેકાની જીવનયાત્રા, પરિવાર, એમની કારકિર્દી સહિત તમામ માહિતી ઉપલબ્ધ છે.

This story is from the December 25, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 25, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 mins  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 mins  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 mins  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 mins  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 mins  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 mins  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 mins  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 mins  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 mins  |
April 29, 2024