કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
કવર સ્ટોરી

સેક્સટૉર્શન શબ્દ સેક્સ અને એક્સટૉર્શન એ બે જૂના શબ્દોને જોડીને રચવામાં આવ્યો છે. એક્સટૉર્શનનો અર્થ છે, ધાકધમકી, બ્લૅકમેઇલિંગ દ્વારા પૈસા કે ચીજવસ્તુની વસૂલી કરવી. જ્યારે સત્તાધીશો, સરકારી બાબુઓ સેક્સની ફેવર મેળવી બદલામાં પરિમટો ઇસ્યુ કરે, પરવાના કે કોન્ટ્રાક્ટ આપે, પૅમેન્ટ પાસ કરે અથવા શિક્ષકો સેક્સના બદલામાં માર્ક્સ વધારી આપે અથવા નિર્માતા, નિર્દેશક ફિલ્મમાં કામ આપે વગેરે સેક્સટૉર્શનના પ્રકાર છે, પરંતુ હમણાંના સમયમાં ઇન્ટરનેટનો વ્યાપ જગતભરમાં વધ્યો, મોબાઇલ કૅમેરાફોન સામાન્ય થઈ પડ્યા તેમ જ પૈસાની ચુકવણીની રીતો સામાન્ય અને સરળ બની ગઈ. તેથી એક નવા પ્રકારનું સેક્સટૉર્શન જગતભરમાં પ્રચલિત થયું છે. અગાઉ જે સેક્સટૉર્શન ચાલતું હતું અને હજી પણ ચાલે છે, તેમાં શારીરિક સંબંધ બાંધવાની છૂટ આપીને ફેવર કરાતી હતી અને હજી પણ થતી હશે. જ્યારે નવા પ્રકારના સેક્સટૉર્શનમાં જગતના દૂરના ખૂણેથી, વ્યક્તિગત સંપર્કમાં આવ્યા વગર, વ્યક્તિની સાચી કે ઊપજાવી (મોર્ફ) કાઢેલી ક્ષોભજનક નગ્ન તસવીરોને હથિયાર બનાવી, વ્યક્તિને વધુ શરમજનક હાલતમાં દુનિયા સમક્ષ રજૂ કરવાની ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. વ્યક્તિની શરમ અને લજ્જાનો ફાયદો ઉઠાવવામાં આવે છે.

આ દૂષણ અંદરથી ખૂબ ફેલાઈ ચૂક્યું છે. એક તો લોકો શરમના માર્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં નથી. જાય તો પણ એમનો કેસ જાહેરમાં પ્રગટ ન થાય તેની ખાસ કાળજી લે છે.

સેક્સટૉર્શન બ્લેકમેઇલરો (સ્કેમર્સ) કિશોરો અને નવયુવાનોને ખાસ નિશાન બનાવે છે, કારણ કે તેઓની માનસિક અને સામાજિક સ્થિતિઓ એવી હોય છે, જેમાં તેઓને નિશાન બનાવવાનું આસાન હોય છે. એમ તો તેઓ યુવાનો અને બુઝુર્ગોને પણ નિશાન બનાવે છે, પણ મોટી ઉંમરના લોકો અનુભવી અને માહિતગાર હોવાથી જલ્દીથી પકડમાં આવતા નથી.

This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024