આપણે પણ લિવ ઈન રિલેશનશિપના પક્ષમાં ઘણું બધું લખીએ છીએ પણ આ રિલેશનશિપ અનેક જોખમોથી ઓછ નથી, કારણ કે કાયદાકીય માળખું એવું બન્યું છે કે જેમાં કોઈ પણ અધિકાર કાયદો લગ્ન કરવાથી જ મળે. લિવ ઈન રિલેશનશિપને કોઈપણ કાયદા સંરક્ષણ આપવા સરકાર તૈયાર છે ન અદાલતો અને કપલ પરસ્પરમાં કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે છે.
ગુજરાતનો મૈત્રી કરાર એક જૂની રીત છે, પણ તે કાયદાની દૃષ્ટિએ માન્ય નથી, કારણ કે સોશિયલ પોલિસી વિરુદ્ધ કરવામાં આવેલો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જ નથી.
હા, હવે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાને ગેરકાયદેસર અપરાધ નથી માનવામાં આવ્યો અને જો બંને સગીર, પરિણીત હોય કે ન હોય સાથે રહી શકે છે. પરિણીત હોય તો બીજાના જીવનસાથી દ્વારા હદથી હદ એડલ્ટ્રીના નામે છૂટાછેડા માંગી જ શકે છે.
એક મુશ્કેલી ત્યારે આવી જ્યારે એક પરીણિતાને લિવ ઈન રિલેશનશિપ પછી બાળક થયું. તેની ઈચ્છા મુજબ બાળકનાં બર્થ સર્ટિફિકેટ પર લિવ ઈન પાર્ટનર અને બાયોલોજિકલ ફાધરનું નામ આવે પણ ન મુંબઈની મ્યુનિસિપલ રાજી થઈ, ન મેજિસ્ટ્રેટ અને ન તો
હાઈકોર્ટ રાજી થશે. તેનું મોટું કારણ એ છે કે લગ્ન દરમિયાન થયેલ બાળક કાયદાકીય રીતે પતિનું હોય છે ભલે ને સ્પર્મ કોઈનું પણ હોય.
પહેલાં આ સુવિધાજનક હતું અને હવે સ્પર્મ ડોનરની વધતી ગણતરીના કારણ અને વધારે મહત્ત્વપૂર્ણ થઈ ગયા છે કે બાળક નજાયજ ન કહેવાય. તેને તે પુરુષની સંપત્તિમાં પૂરો હક મળશે જેમાં કંસીવ થતી વખતે તેની મા કાયદાકીય દૃષ્ટિએ પરીણિત હતી.
તે બાળકનું ભરણપોષણ લીગલ પિતાએ કરવું પડશે ન કે બાયોલોજિકલ ફાધરે. જો આ ન થાય તો છૂટાછેડાની દરેક બાબતમાં પતિ કહી શકે છે કે તેના પુત્રપુત્રી તેના છે જ નહીં. જો હકીકતમાં ન પણ હોય તો પણ જવાબદારી તેમની જ રહેશે.
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીઓને ડોમેસ્ટિક વાયલેંસથી પણ સંરક્ષણ નથી મળતું. પાર્ટનરની મારપીટ પર પોલીસ આનાકાની કરે કે ડોમેસ્ટિક વાયોલેંસ એક્ટ નહીં લાગે તો ખોટું નથી. હા, આઈપીસીનો સામાન્ય મારપીટનો કેસ ચાલી શકે છે જેમાં તરત જેલની ગેરન્ટી નથી હોતી. હાઈકોર્ટના કેટલાક જજ તો લિવ ઈન રિલેશનશિપ વિરુદ્ધ છે અને કેટલાક ખૂબ ઉદાર.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...