બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. એક્ટ્રેસ સુસ્મિતાએ થોડા સમય પહેલાં પોતાના બોયફ્રેન્ડ રોહમન શૌલ સાથે બ્રેકઅપ કરી લીધું. સુષ્મિતાએ પોતાના બ્રેકઅપ પછી પહેલી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે શાંતિ સૌથી વધારે સુંદર છે. હું તમને બધાને પ્રેમ કરું છું. તેની સાથે સુસ્મિતાએ સ્માઈલીનું ઈમોજી શેર કરતા લખ્યું કે સંબંધ ખૂબ પહેલા પૂરો થઈ ગયો હતો, પણ અમારી મિત્રતા જળવાઈ રહી.
રિપોર્ટ્સ અનુસાર, કપલની વચ્ચે બધું સારું ચાલી રહ્યું નહોતું, તેથી બંનેનું બ્રેકઅપ થયું.
સુષ્મિતા અને રોહમન લગભગ ૩ વર્ષથી રિલેશનશિપમાં હતા. રોહમને ત્યાં સુધી કહ્યું હતું કે તે સુષ્મિતા અને તેની દીકરીને પોતાનો પરિવાર માને છે. તો પછી એવું તે શું થયું કે બંને અલગ થઈ ગયા? જે પણ હોય, પરંતુ સુષ્મિતા સેનના બ્રેકઅપના સમાચારથી તેના ફેન્સ જરૂર ઓછા થઈ ગયા છે.
પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેમ આટલા ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાથી અલગ થઈ જાય છે? કેટલાકની દલીલ છે કે અમે એકબીજા માટે સર્જાયા નહોતા, તો કેટલાકનું એ કહેવું હોય છે કે મેં તેને સમજવામાં ભૂલ કરી. પ્રેમ જેટલો સુખદ હોય છે, બ્રેકઅપ તેટલો જ દુખદ હોય છે. ૨ પ્રેમ કરનાર એકબીજા સાથેના સંબંધમાં એટલા જોડાઈ ગયા હોય છે કે તેમનું એકબીજાથી અલગ થવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર પ્રેમને લગ્નના મુકામ સુધી લઈ જવો હોય તો ધર્મ, જેન્ડર અને ઉંમર અંતરાયરૂપ બનતા હોય છે, જેથી ૨ પ્રેમ કરનાર અડધા રસ્તે અલગ થઈ જાય છે, પરંતુ સમયની સાથે બદલાવ જરૂર આવે છે. લોકો હવે આ બધી વસ્તુમાં નથી માનતા, પરંતુ ઘણી વાર કંઈક એવું થાય છે કે પ્રેમ લગ્ન સુધી નથી પહોંચી શકતો અને બ્રેકઅપ થઈ જાય છે. તેમની રિલેશનશિપ મુશ્કેલીથી માત્ર થોડા જ વર્ષ ટકી શકે છે અને ત્યાર પછી બંનેના રસ્તા અલગ થઈ જાય છે.
આવા સંબંધ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે ૭૦ ટકા અપરિણીત કપલનું બ્રેકઅપ પહેલા વર્ષે જ થઈ જાય છે. બીજું એ પણ જોવા મળ્યું છે કે રિલેશનશિપના ૫ વર્ષ પસાર થયા પછી બ્રેકઅપની શક્યતા માત્ર ૨૦ ટકા સુધી રહે છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...