મીના નવાનવા લગ્ન થયા હતા. સેક્સ જે અત્યાર સુધી તેના માટે અજાણ વિષય હતો, હવે લગ્ન પછી અચાનક રોમાંચક થઈ ગયો હતો. રોમી પોતાના જીવનમાં થતા આ પરિવર્તનને કોઈની સાથે શેર કરવા માંગતી હતી. તે જાણવા માંગતી હતી કે તે જેવું અનુભવે છે એવું જ શું બધાને થાય છે?
રોમી ખુશી અને રોમાંચના લીધે પોતાના બેડરૂમ સિક્રેટ સાહેલીઓ સાથે શેર કરતી હતી. જ્યારે રોમી અને તેનો પતિ જય તેની સાહેલી શ્વેતાના ઘરે જમવા ગયા ત્યારે શ્વેતા જય સામે બેડરૂમની વાત કરવા લાગી હતી, જે અશ્લીલ હતી. જય સમજી ગયો હતો કે રોમીએ તેમની વચ્ચેની અંગત વાત જાહેર કરી દીધી છે. આ વાત માટે તે આજ સુધી રોમીને માફ નથી કરી શક્યો.
બીજી બાજુ શ્વેતા જ્યારે પણ તક મળતી રોમીને તેના બેડરૂમ સિક્રેટ પૂછતી અને પૂરા ગ્રૂપમાં શેર કરતી.
ભૂમિકાના જ્યારે લગ્ન થયા ત્યારે તેની સાહેલી એકતા તેની સેક્સ ગુરુ બની ગઈ. ભૂમિકા ભોળપણમાં પોતાની દરેક નાનીમોટી વાત એકતાને જણાવતી હતી. એકતા જે પોતાના પતિથી સંતુષ્ટ નહોતી, ભૂમિકાના બેડરૂમ સિક્રેટ સાંભળીને તેના પતિ તરફ આકર્ષિત થઈ ગઈ. તક મળતા એકતાએ ભૂમિકાના પતિને પોતાની બાજુ આકર્ષિત કરી લીધો હતો. ભૂમિકા તે દિવસને કોસી રહી છે જ્યારે તેણે એકતા સાથે પોતાની બેડરૂમ લાઈફ શેર કરી હતી.
આજે પણ નવપરિણીત દંપતી લગ્ન પહેલાં સેક્સથી દૂર રહે છે. તેથી જ્યારે લગ્ન પછી તેઓ આ નવી દુનિયામાં પગ મૂકે છે ત્યારે તેઓ સમજી નથી શકતા કે તેઓ પોતાની વાત કોની સાથે શેર કરે. કેટલાય ડર રહેલા હોય છે, કેટલીય વાત હોય છે, કેટલાય રહસ્ય હોય છે ત્યારે સમજાતું નથી કે કોની સાથે શેર કરે. એવામાં પોતાના મિત્રો સિવાય બીજું કોઈ દેખાતું નથી. મિત્રો સાથે બેડરૂમ સિક્રેટ શેર કરવા કેટલીય વાર તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...