![આ ટ્રેન્ડનો અર્થ સમજો...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1715869271/articles/2yP4vWrOW1716708193496/1716708785665.jpg)
ચૂંટણી પરિણામની પ્રતીક્ષામાં અત્યારે શૅરબજારમાં સતત વૉલેટિલિટીના ટ્રેન્ડ સાથે માર્કેટમાં અમુક અંશે અનિશ્ચિતતા ફેલાઈ રહી છે. આની અસર હાલ ટૂંકા ગાળાની છે, જો કે પરિણામ પછી એની લાંબા ગાળાની અસર જોવા મળશે. આ સંજોગો વચ્ચે શૅરબજારના ટ્રેન્ડ માટે આશાનું મહત્ત્વનું કિરણ એ છે કે સ્થાનિક સંસ્થાઓનું રોકાણ સતત વધતું રહી અત્યારે એ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ની સમકક્ષ પહોંચી ગયું છે. ભારતીય રિટેલ બચતકાર-રોકાણકાર વર્ગ આની નોંધ લઈને ભાવિ શક્યતા અને સફળતાનો અંદાજ લગાવી શકે છે.
આ વખતના એપ્રિલમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણનું પ્રમાણ પ્રથમ વાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ કરતાં વધુ નોંધાયું છે. આ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, બૅન્કો, વીમા કંપનીઓ અને નાણાસંસ્થાઓ સામેલ છે. એપ્રિલમાં એમનું કુલ ઈક્વિટી રોકાણ ૬૬.૭ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ જ ગાળામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સનું રોકાણ ૬૬.૩ લાખ કરોડ રૂપિયા જેટલું છે. આમ સ્થાનિક-લોકલ અને ગ્લોબલ રોકાણકારોનાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ લેવલ એકસમાન થઈ ગયાં કહી શકાય.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/5THoLnZW_1718460904904/1718627420926.jpg)
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.
![ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/kOIdo_6M11718459556968/1718461205621.jpg)
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
![સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/_0vqu3mHN1718457927611/1718459562211.jpg)
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
![ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/cIX6D-CqH1718455353749/1718457204474.jpg)
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
![શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/UpC0uzZ3K1718454244714/1718455263697.jpg)
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
![જસ્ટ, એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/8AgiBpJqE1718453430705/1718454110420.jpg)
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
![વન-વેથી મન-વે સુધી](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/iztnA2JG01718452029638/1718453375749.jpg)
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
![કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/bOkQJSaTw1717509561543/1717856125293.jpg)
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
![કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/h6eSDfRGb1717585805505/1717855659919.jpg)
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
![ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/7nQIj8SSX1717678923675/1717855643330.jpg)
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.