યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati|May 13, 2024
ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.
હીરેન મહેતા
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ઝરાયલ અને પેલેસ્ટિની જૂથો વચ્ચેનું યુદ્ધ હવે ઘણી અમેરિકી ઈ છે વચ્ચેનો વિગ્રહ દુનિયાના કોઈ પણ ખૂણે લોકોનું ધ્યાન દોરે એ બહુ સહજ છે. એમાંય વિદ્યાર્થી અવસ્થા તો હોય જ એવી, જ્યારે ઉંમરને કારણે મગજમાં પણ અનેક ઉત્પાત ચાલતા હોય.

આપણાં વિદ્યાલયો પણ અનેક આંદોલનનાં સાક્ષી બન્યાં છે. ગુજરાતનું નવનિર્માણ હોય કે વી.પી. સિંહની સરકાર સામેનું મંડલ અનામત આંદોલન, વિદ્યાર્થીઓની ભૂમિકા એમાં મહત્ત્વની રહી હતી. ૧૯૪૯માં ચીનમાં સામ્યવાદી પાર્ટીનું શાસન આવ્યું એ પછી એની એકહથ્થુ સત્તાને પડકાર ફેંકવાનું કામ પણ વિદ્યાર્થીઓએ જ કર્યું છે. એ વાત અલગ છે કે પાટનગર બીજિંગના ટિયાનનમેન સ્ક્વેરમાં એકઠા થયેલા હજારો વિદ્યાર્થીઓ પર ટૅન્ક ચલાવી ચીની લશ્કરે અત્યંત પાશવી રીતે એ આંદોલન કચડી નાખ્યું.

જો કે અમેરિકાની દસ કરતાં વધુ યુનિવર્સિટીમાં અત્યારે ચાલી રહેલા દેખાવો અલગ પડે છે. ભારત કે ચીનના વિદ્યાર્થીઓ એમના પોતાના અને રોગાના અનન પ લડતા હતા, અમેરિકન વિદ્યાપીઠોનાં આંદોલન મુખ્યત્વે ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણ સામે છે. એમની એકમાત્ર માગણી એ છે કે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ એનું સૈન્ય પાછું ખેંચે.

જોવાની વાત એ છે કે અમેરિકન યુનિવર્સિટીમાં ભણતા પેલેસ્ટિની ઉપરાંત કેટલાક અમેરિકી, યુરોપિયન અને ભારતીય વિદ્યાર્થીઓ સુદ્ધાં ઈઝરાયલ સામેના આંદોલનમાં જોડાયા છે. અમુક વિદ્યાપીઠોમાં તો ઈઝરાયલ સામેનો વિરોધ એટલો ઉગ્ર છે કે યુનિવર્સિટીએ એના કેટલાક વિભાગ બંધ કરી દેવા પડ્યા છે અને કોવિડ કાળની જેમ ઑનલાઈન ક્લાસ શરૂ કરવાની નોબત આવી છે. આ વિદ્યાપીઠોના ઈઝરાયલી યુવાનોની પણ કનડગત થઈ રહી છે એટલે ઈઝરાયલતરફી વિદ્યાર્થીઓનું જૂથ આંદોલનકારીઓની સામે પડ્યું છે. આમ અમેરિકન યુનિવર્સિટીના કૅમ્પસમાં સામસામી મોરચાબાંધણી થઈ છે અને અનેક વિદ્યાપીઠે મામલો ઠંડો કરવા પોલીસની મદદ લેવી પડી છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 13, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 13, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 dak  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 dak  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 dak  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 dak  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 dak  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 dak  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 dak  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 dak  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 dak  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 dak  |
June 03, 2024