મુંબઈમાં જીવવું છે? તો શ્વાસ લેવાનું બંધ કરો!
Chitralekha Gujarati|November 13, 2023
બદલાતાં કુદરતી પવનચક્ર, ફાટફાટ થતું શહેરીકરણ, બેફામ કન્સ્ટ્રક્શન અને અમર્યાદ પ્રદૂષણને લીધે મુંબઈગરા માટે હવે શુદ્ધ હવા પણ દુષ્કર બની ગઈ છે. આ પ્રદૂષિત હવા વધુ ને વધુ મુંબઈગરાને માંદા પાડી શકે છે.
ઉમંગ વોરા
મુંબઈમાં જીવવું છે? તો શ્વાસ લેવાનું બંધ કરો!

દિલ્હીની જેમ હવે મુંબઈમાં પણ હવાનું ’ પ્રદૂષણ ૫ ચર્ચાનો ગરમ વિષય બની ગયું છે. પર્યાવરણપ્રેમી નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈના હવામાન માં પ્રદૂષણનું પ્રમાણ તો ચિંતાજનક જ રહેતું આવ્યું છે, પણ સમુદ્રકાંઠે હોવાનો મુંબઈને લાભ મળતો રહ્યો છે. જો કે છેલ્લાં બે વર્ષથી મુંબઈને સમુદ્રનું કુદરતી સુરક્ષાકવચ ન મળતાં પ્રદૂષણની સાચી સ્થિતિ લોકો સામે આવી છે.

વિસ્તારથી સમજીએ તો મુંબઈની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે સમુદ્રનો શક્તિશાળી પવન શહેરની હવાને સમયાંતરે સાફ કરતો રહેતો હતો, પણ આ રક્ષાકવચ પવનની દિશા અને ગતિ પર આધાર રાખનારી બાબત છે. મુંબઈ પરથી ફંટાતા પવનો અત્યાર સુધી સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસમાં એમની સાઈકલ બદલતા હતા, જે હવે આઠથી દસ દિવસે બદલી રહ્યા છે.

ગત વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી સતત ઍર ક્વૉલિટી ખરાબ રહી હતી, જે મુંબઈના ઈતિહાસમાં પ્રદૂષિત હવા સાથેનો સૌથી લાંબો ગાળો હતો. એટલું જ નહીં, અમુક દિવસોમાં તો મુંબઈની હવા દિલ્હી કરતાં પણ ખરાબ થઈ ગઈ હતી. વિશ્વમાં વાયુ પ્રદૂષણમાં ટોચનાં ૨૦ શહેરોમાં દિલ્હી ચોથા સ્થાને છે અને ૨૦માંથી ૧૩ શહેરો ભારતનાં છે. હવામાંના સૂક્ષ્મ પ્રદૂષકો ધરાવતાં ૧૫ સૌથી જોખમી શહેરોમાંથી ૧૪ ભારતનાં છે. મુંબઈ અત્યારે તો આ યાદીનાં ટૉપ ૫૦ શહેરોમાં નથી, પણ કેટલા દિવસ આટલું દૂર રહે છે એ ચિંતાનો વિષય છે.

અત્યારે અચાનક મુંબઈની હવા ખરાબ થઈ જવા પાછળ ભલે પ્રદૂષણ સાથે હવામાન અને કુદરતી કારણોનો સરવાળો હોય, પણ વિજ્ઞાનીઓ દાયકાથી બૂમો પાડતા આવ્યા છે કે મુંબઈનું હવામાન પ્રદૂષણને કારણે દિવસે બમણી ને રાતે ચાર ગણી ગતિએ ખરાબ થતું જઈ રહ્યું છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin November 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin November 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...
Chitralekha Gujarati

કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...

પાનખરમાં વૃક્ષો પર સૂકાઈને ખરેલાં કેસરી પાનના ઢગલા વચ્ચે વિહરતા કેસરી સિંહને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ ઊમટી પડ્યા છે ત્યારે કેસરિયા સાવજની આ ભૂમિની કેસર કેરી અને સ્વાદિષ્ટ કેસરી ગોળને કેમ ભૂલી શકાય?

time-read
4 dak  |
May 27, 2024
સહઅસ્તિત્વની સહનશીલતા
Chitralekha Gujarati

સહઅસ્તિત્વની સહનશીલતા

મનુષ્ય આ પૃથ્વી પર સૌથી સામુદાયિક-સહકારી પ્રાણી છે.એક પ્રજાતિ તરીકે માણસની સફળતાનું કારણ એકબીજા સાથે સહકારથી રહેવાની ક્ષમતામાં છે. એવું સહઅસ્તિત્વ અને સહકાર કાયમ સુંદર-સરળ જ હોય એ જરૂરી નથી. પ્રેમાળ સંબંધમાં પણ ઉઝરડા પડે છે અને એમાંથી જ સહનશીલતાનો ગુણ વિકસે છે.

time-read
5 dak  |
May 27, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

નમ્રતા અને ઉદારતાની અભિવ્યક્તિ ખુશીના રંગીન મેઘધનુષનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
May 27, 2024
દેખ જોગી, ઉનાળો
Chitralekha Gujarati

દેખ જોગી, ઉનાળો

પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી

time-read
2 dak  |
May 27, 2024
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 dak  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 dak  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 dak  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 dak  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 dak  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 dak  |
May 20, 2024