ગાંધીધામ મહાપાલિકા લઈ ગયું અને ભુજ રહી ગયું!!!
ABHIYAAN|Abhiyaan Magazine 024/02/2024
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છનાં બે મહત્ત્વનાં શહેરો છે. એક ભુજ, જિલ્લાનું વડું મથક અને ઇતિહાસને સંગ્રહીને બેઠેલું શહેર, જ્યારે બીજું ગાંધીધામ, કચ્છની આર્થિક રાજધાનીનો દરજ્જો ધરાવતું શહેર. બંને શહેરો મહાનગરપાલિકાના દરજ્જા માટે વર્ષોથી પ્રયત્નો કરતાં હતાં.
સુચિતા બોઘાણી કનર
ગાંધીધામ મહાપાલિકા લઈ ગયું અને ભુજ રહી ગયું!!!

કચ્છમાં રાજાશાહી શાસનના સમયમાં ભુજ રાજધાનીનું શહેર હતું. સ્વતંત્રતા પછી ભારતમાં ભળ્યા બાદ કચ્છને ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો મળ્યો, તે મુંબઈ રાજ્ય સાથે ભળ્યું, કચ્છને ગુજરાતનો એક જિલ્લો બનાવાયો ત્યારે પણ તેનું વડું મથક ભુજ જ હતું. ભૂકંપ પછી શહેરનો વિકાસ થયો. છેલ્લા બે દાયકામાં વસતિ અને વિસ્તાર પણ વધ્યો. અત્યારે ૫૬ કિ.મી.ની ત્રિજ્યામાં ફેલાયેલા આ શહેરની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં નગરપાલિકા હાંફી રહી છે. નિયમિત પાણી વિતરણ થતું નથી, રોજેરોજ રસ્તાઓ ખોદાય છે, અનેક વિસ્તારોમાં ગટરો ઊભરાય છે, સફાઈ નિયમિત રીતે થતી નથી. અપૂરતી રોડલાઇટ ના કારણે અંધારાં ઉલેચાતાં નથી. વેરાઓ ભરવા છતાં લોકોની રોજિંદી જરૂરિયાતો નગરપાલિકા પૂરી કરી શકતી નથી. આથી જ લોકો મહાનગરપાલિકા મળે તેવું ઇચ્છે છે. નજીકના અને પરા સમાન ગ્રામપંચાયત હસ્તકના વિસ્તારોનો સમાવેશ થાય તો મહાનગરપાલિકા માટેના વિસ્તાર અને વસતિના મહત્ત્વના માપદંડો ભુજ પૂરા કરે છે. આથી ૨૦૨૪ના બજેટમાં ભુજની મહાનગરપાલિકા મંજૂર થશે એવો આશાવાદ લોકો સેવી રહ્યા હતા, પરંતુ બજેટમાં સમાવેશ ગાંધીધામનો થયો, ભુજ તો હંમેશની જેમ અન્યાયનો શિકાર થઈને બાપડું બનીને બેસી રહ્યું. ગાંધીધામને મહાનગરપાલિકા મળી તે સામે તો કોઈને વાંધો ન હોય, પરંતુ ભુજને ન મળી તેનો અફસોસ જરૂર છે. અત્યારે નેતાઓ એવું કહી રહ્યા છે કે, આ અંગે ફરી રજૂઆતો કરીશું, જો ભુજ મહાનગરપાલિકા બનવા માટેના તમામ માપદંડો પર પૂરું ઊતરતું હશે તો ભવિષ્યમાં ચોક્કસ મળશે, પરંતુ આજની તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં નજર કરીએ તો ખ્યાલ આવે કે, એક જિલ્લામાં એક જ મહાનગરપાલિકા છે. તો પછી ભવિષ્યમાં ભુજને અપવાદરૂપ ગણીને મહાનગરપાલિકા મળશે, એ બાબત લોકોના મનમાં શંકા પ્રેરેછે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 024/02/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 024/02/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 dak  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024