પ્રવાસન
ABHIYAAN|February 10, 2024
સાબરમતી આશ્રમ, ગાંધી આચાર-વિચારનું તીર્થસ્થાન
રક્ષા ભટ્ટ
પ્રવાસન

આપણું ભારત આશ્રમોનો દેશ છે. અહીં જીવન જીવવાની કળા શીખવતા આર્ટ ઑફ લિવિંગના આશ્રમો સ્ટ્રેસ-ફ્રી સોસાયટીની રચના કરી રહ્યા છે, તો પોન્ડિચેરીનો શ્રી અરવિંદ આશ્રમ છેક ૧૯૨૬થી આજ દિન સુધી અનેકોને ઇનર પીસમાં રસ તરબોળ કરી રહ્યો છે. ઋષિકેશનો પરમાર્થ નિકેતન આશ્રમ તો ગંગાના કિનારે યોગ-ધ્યાન, સત્સંગ-કીર્તન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોથી સભર હોય છે, જ્યારે કોઇમ્બતુરના ઈશા યોગ સેન્ટરની સેલ્ફ-ટ્રાન્સફોર્મેશનલ પ્રવૃત્તિઓથી તો કોણ અજાણ છે.

આવા અનેક પરંપરાગત, શાંતિદાયક અને રિલિજિયો-સ્પિરિચ્યુઅલ આશ્રમોની ગમતી યાદીમાં કાં તો મહર્ષિ અરવિંદ જેવા યોગી અથવા મહાત્મા ગાંધી જેવા સામાજિક-રાજકીય નેતા જોડાયેલા છે, જેઓએ સ્વતંત્રતાની લડત સાથે-સાથે લોકોને ધર્મ અને આધ્યાત્મના તાંતણે ગૂંથી દેશસેવા સાથે સમાંતરે સમાજસેવા અને આત્માની ઉન્નતિનું પણ કાર્ય કર્યું અને પોતાના ઘર આંગણાને આશ્રમનો દરજ્જો આપી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરી.

ભારતમાં સ્થિત આવા અનેક આશ્રમોમાં સાબરમતીના કિનારે સ્થિત અમદાવાદનો સાબરમતી આશ્રમ એક એવો આશ્રમ છે જે આપણી સ્વતંત્રતાની ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું અને જ્યાં મહાત્મા ગાંધી, કસ્તુરબા અને ગાંધીજીના અનુયાયીઓ રહેતા હતા અને તે સાથે તેઓ સાક્ષરતા, શ્રમ, ખેતી, પશુપાલન અને સ્વ-નિર્ભરતાની અનેક પ્રવૃત્તિઓ પણ કરતા હતા.

આમ તો ગાંધીજીનો પ્રથમ આશ્રમ તેમના બેરિસ્ટર મિત્ર, જીવણલાલ દેસાઈના કોચરબ બંગલોમાં ૧૯૧૫થી સત્યાગ્રહનો એક ભાગ હતો, પરંતુ ગાંધીજીને સત્યાગ્રહ ઉપરાંત ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી. આથી ૧૯૧૭ સુધીમાં સૌ કોચરબના સત્યાગ્રહ આશ્રમથી સાબરમતી નદીના કિનારાના છત્રીસ એકરના વિશાળ વિસ્તારમાં રીલોકેટ થઈ સાબરમતી આશ્રમની શરૂઆત કરી.

ગાંધીજીએ સ્થાપેલા આ સાબરમતી આશ્રમની એક તરફ જેલ અને બીજી તરફ સ્મશાન હોવાથી ગાંધીજી કહેતા કે કોઈ પણ સત્યાગ્રહીએ કાં તો જેલમાં જવાની તૈયારી રાખવાની છે અથવા સ્મશાને. 

પોતાની હળવી શૈલીમાં ગંભીર વાતને પણ ગોરંભવા ન દેતાં આ મહાત્મા સાબરમતી આશ્રમને સત્યના માર્ગે નિર્ભય બની ચાલનારનું સ્વર્ગ ગણી અનેક સત્યાગ્રહી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 dak  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024