આઇસોલેશન કડકડતી એકલતા, ટોળાંનું તાપણું
ABHIYAAN|January 13, 2023
સોશિયલ આઇસોલેશન એ હદે ચર્ચા અને ચિંતાનોવિષય બન્યો છે કે ડબલ્યુએચઓ દ્વારા તેને વિશ્વવ્યાપી જાહેર આરોગ્યનો મુદ્દો ઘોષિત કરી દેવાયો છે. એરિક ક્લીનનબર્ગના કહેવા પ્રમાણે આધુનિક શહેરોનું સ્થાપત્ય પણ સોશિયલ આઇસોલેશનનું કારણ બની શકે.
આઇસોલેશન કડકડતી એકલતા, ટોળાંનું તાપણું

કુદરત પોતાના ક્રમ મુજબ કરવટ બદલતી રહે છે. મનને ગમી જાય એવી ફૂલગુલાબીથી લઈને કડકડતી ઠંડી સુધી આપણે શિયાળાની ઋતુને અનુભવીએ છીએ. આજે પણ થીજેલી રાતોમાં ઘણા મનેખો ટોળું બનીને તાપણાનો આશરો લે છે. કવિ શિરોમણિ રમેશ પારેખે મનુષ્યમનની ટોળે વળીને એકલતા ભાંગવાની પ્રવૃત્તિને અત્યંત સુંદર રીતે શબ્દોમાં શણગારી છે, ‘પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાંને તાપણે.' જ્યારે એકલતા અજગર જેમ ભરડો લે અને અંતર આઇસબર્ગ જેમ થીજી જાય ત્યારે તાપણું બહાર નહીં, અંતરમાં પ્રગટાવવું પડે. એના અગ્નિથી થીજેલી યાદોને મુક્ત કરવી પડે, જેથી જીવનનો એ હિસ્સો પીગળીને પિંડમાં ભળે!

સંસારમાં અત્યારે પહેલાં ક્યારેય ન હતી એટલી જનસંખ્યા હોવા છતાં મહામારી જેમ ફેલાઈ રહેલી કડકડતી એકલતાની પીડા મૉડર્ન મનુષ્યો માટે મોટો પ્રશ્ન બની છે. એ પણ ક્યારે? જ્યારે માંહોમાંહે તત્ક્ષણ સંવાદ સાધવાનાં માધ્યમો હાથવગાં બન્યાં છે. આજે મહત્તમ મનુષ્યો સ્વીકારશે કે એ સાધનોનો સંવાદને બદલે વિસંવાદ અને વિખવાદ માટે વધુ ઉપયોગ થઈ રહ્યો છે. હાડમાં પ્રવેશી જતી આજની એકલતા અન્યોની સાથે એકઠા મળવાથી પણ નથી ઓગળતી. આપણા શ્રેષ્ઠ સુખનવર મરીઝે આવી સ્થિતિ વિશે લખ્યું છે, ‘બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.’

હૃદયના તાંતણે મૈત્રીના ભાવથી જોડાઈશકે એવા બે જણાનું મળવું કપરું બની રહ્યું છે. વિદેશમાંથી અને ક્યારેક આપણા દેશમાંથી પણ એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે કોઈ બંધ ઍપાર્ટમૅન્ટમાં દિવસો સુધી એકલવાયો માણસ મૃત પડ્યો હોય અને આસપડોશમાં કોઈને જાણ પણ ન થાય. સમાજમાં રહીને પણ આઇસોલેટ થઈ ગયેલાં આવાં લોકોના કિસ્સાને કારણે ‘સોશિયલ આઇસોલેશન’ એ હદે ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે કે WHO દ્વારા એને વિશ્વવ્યાપી જાહેર આરોગ્યનો મુદ્દો ઘોષિત કરી દેવાયો છે. સામાન્ય રીતે આવું ત્યારે બને જ્યારે કોઈ ધાર્મિક સંસ્થા, સામાજિક સંગઠન, મિત્રવર્તુળ કે અન્ય કોઈ પણ હેતુથી એકઠાં થતાં લોકોની મંડળીનું પતન થાય અથવા એ નબળી બનતાં પરિવારના સભ્યો વિખરાઈ ગયા હોય અને અજાણ્યાં લોકોને મળીને પરિચય વધારી શકાય, નવા સંપર્કો બનાવી શકાય એવાં સ્થળો ઘટી જાય ત્યારે પણ આ સમસ્યા સર્જાય.

Bu hikaye ABHIYAAN dergisinin January 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin January 13, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 dak  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024