કોઈ પણ રાષ્ટ્ર ફક્ત ફક્ત રાષ્ટ્રીય આવકને આધારે જીવતું નથી. જીવનની ગુણવત્તા ઘણી વધારે મહત્ત્વની છે. આપણા જેવી મુક્ત લોકશાહીમાં જીવનની ગુણવત્તા ઘણે અંશે સામાન્ય સુખાકારી ઉપરાંત મૂળભૂત માનવઅધિકારો, નાગરિક સ્વાતંત્ર્ય અને ન્યાય પર અવલંબે છે. ગયા અઠવાડિયે લોકસભામાં દેશના કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ચોંકાવી દે તેવા આંકડાઓ રજૂ કર્યા હતા. દેશભરની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, તેમાંથી માત્ર ઉત્તર પ્રદેશની અદાલતોમાં જ સૌથી વધુ એક કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે! અદાલતોમાં કેસોના ભારણના મહત્ત્વનાં કારણોમાં જટિલ ન્યાયપ્રક્રિયા, જટિલ કાયદાઓ ઉપરાંત ન્યાયાધીશો, અદાલતના કર્મચારીઓ અને સંસાધનોનો અભાવ છે! અધિકૃત આંકડાઓ મુજબ ન્યાયાધીશોની એક તૃતીયાંશ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે અને કેસોનું ભારણ એ હદે વધી રહ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં તે બમણું થઈ ગયું છે!
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશની અદાલતોમાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે. યુપીની અદાલતોમાં લગભગ ૧ કરોડ ૧૬ લાખ ૫૦૨૦૫ કેસ પેન્ડિંગ છે. તેમાંથી લગભગ ૯૭ લાખ ૮૬ હજાર ફોજદારી કેસો છે, જયારે ૧૮ લાખ ૬૩ હજાર સિવિલ કેસ છે. પેન્ડિંગ કેસોની બાબતમાં મહારાષ્ટ્ર બીજા અને બિહાર ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્રની અદાલતોમાં ૫૧ લાખ ૮૭ હજાર કેસ પેન્ડિંગ છે. તેમાંથી ૩૫ લાખ ૫૨ હજાર ફોજદારી કેસ છે, જ્યારે ૧૬ લાખ ૩૫ હજાર સિવિલ કેસ છે. બિહારની અદાલતોમાં ૩૫ લાખ ૨૦ હજાર કેસ પેન્ડિંગ છે. તેમાંથી લગભગ ૨૦ લાખ ફોજદારી અને પાંચ લાખથી વધુ સિવિલ કેસ છે. પશ્ચિમ બંગાળમાં લગભગ ૨૯ લાખ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ૨૨ લાખ ૭૮ હજાર ફોજદારી અને ૬ લાખ ૧૭ હજાર સિવિલ કેસ છે. દિલ્હીની અદાલતોમાં ૧૨ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ૯ લાખ ૯૦ હજાર ફોજદારી અને ૨ લાખથી વધુ સિવિલ કેસ છે.
પક્ષકાર તરીકે કેન્દ્ર સરકારનું ચિત્ર
Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?