આજે વર્ષ પછી હોળીના દિવસે અમિતા ખૂબ ખુશ હતી. ઘરમાં બાળકોનો કોલાહલ અને તેમના ખડખડાટ તેના દિલને આરામ આપી રહ્યા હતા. કિચનમાં તેની દેરાણી નેહા ભજિયાં બનાવી રહી હતી, તેની સુગંધથી પૂરું ઘર મહેકતું હતું. સાસુસસરાએ તેને સવારમાં આશીર્વાદ આપ્યા હતા. તેના દિયર અને પતિ રંગ લાવીને હોળી રમવા નીકળી ગયા હતા. બાળકો પણ પિચકારી ભરીને એકબીજાને ભીંજવી રહ્યા હતા.
નેહાએ ભજિયાં બનાવી દીધા હતા. અમિતાએ હાથ પકડીને તેને કિચનમાંથી બહાર કાઢી અને તેના પૂરા ચહેરા પર રંગ લગાવી દીધો.
નેહા પણ ક્યાં ચુપ રહેવાની હતી. તેણે બાળકોના હાથમાંથી રંગવાળું પાણી ભરેલી ડોલ લઈને તેની પર રેડી દીધી.
આજે હોળીના રંગમાં રંગાઈને અમિતા કેટલી ખુશ હતી તે માત્ર એ જ જાણતી હતી, નહીં તો છેલ્લા ૩-૪ વર્ષથી તે માત્ર દેખાડા માટે તહેવાર ઊજવી રહી હતી.
અમિતાને આજે પણ યાદ હતી તે સાંજ જ્યારે નાની વાત પર તેનો અને નેહાનો ઝઘડો થયો હતો. વાત નાની હતી, પણ તેમાં ઘરના બધા લોકો ઈન્વોલ્વ થયા હતા. સાસુસસરા પણ અમિતાથી નારાજ થયા. તેમનું માનવું હતું કે ઘરની મોટી વહુ હોવાથી તેણે થોડી ધીરજથી કામ લેવું જોઈતું હતું. નેહા નવી વહુ હતી. થોડીક બાલિશ હતી, તેથી તેને કોઈ કંઈ કહેતું નહોતું. અમિતાને આ વાત ન ગમી અને તેણે બધા સંપર્ક તોડી નાખ્યા. તેના પતિએ તેને સાથ આપ્યો અને તેણે લગભગ ૪ વર્ષ સુધી નેહા અને સાસુસસરા સાથે વાત ન કરી. બાળકો દર વર્ષે હોળીમાં પિતરાઈ ભાઈબહેનને યાદ કરતા, પણ અમિતા તેમને ચુપ કરાવી દેતી.
ફરિયાદ દૂર કરવાનો તહેવાર
આ વર્ષે હોળીના થોડાક દિવસ પહેલાં તેના પતિ દિવાકરે તેને સમજાવી હતી કે અમિતા લોહીના સંબંધ આ રીતે ન તોડી શકે. તહેવારની મજા તો પોતાના પ્રિયજન સાથે મળીને ઊજવવામાં આવે છે. તું નેહાથી મોટી છે. તું મોટું મન રાખીને તેને માફ કરી દે. હોળી તો એમ પણ ઉજવવાનો તહેવાર છે. હવે સ્નેહીજનો સાથે તૂટેલા સંબંધ ફરીથી જોડો. તેમાં જ આપણી ખુશી છે.
દિવાકરની વાતની તેની પર ઊંડી અસર થઈ. જોકે દિવાકર એક સારો માણસ હતો અને તે તેમની કોઈ વાતને ઈગ્નોર નહોતી કરી શકતી. હોળીના ૨ દિવસ પહેલાં તેણે સાસુને કોલ કર્યો. તેમના હાલચાલ પૂછીને નેહા સાથે વાત કરી.
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...