રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ 5મી ઓગસ્ટે રેપો રેટમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો અને રેપો રેટ 5.40 % એ પહોંચ્યો. મે અને જૂન 2022 પછી આ ત્રીજીવાર રેપો રેટમાં વધારો થયો છે. રેપો રેટ, મોનેટરી પોલિસી કમિટી કે પછી લિક્વિડિટી એવા શબ્દો થોડા અઘરા ચોક્કસ લાગે પણ રેપો રેટ વધે તો હોમ લોન કે કાર લોન કે પછી પર્સનલ લોન ૫૨ વ્યાજ વધારે ભરવુ પડશે એવું આપણે બધા જ જાણીએ છીએ. એટલે આ MPCની રેપો રેટ વધારવાની જાહેરાતો આપણા ખિસ્સાને ચોક્કસ અસર કરી જાય છે, તો ચાલો આજે જરા આ MPCની પહેલી સુલઝાવીએ. કોઈપણ દેશના આર્થિક વિકાસને વેગ આપવા કે મંદીમાંથી બહાર લાવવા બે મુખ્ય નીતિઓ છે. એક રાજકોષીય નીતિ ફિસ્કલ પોલિસી અને બીજી નાણાકીય નીતિ - મોનેટરી પોલિસી. નાણાકીય નીતિનું અમલીકરણ દેશની કેન્દ્રીય બેન્ક - ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે અને તેને નાણાકીય નીતિ ઘડવા માટે પૂરે પૂરી સ્વાયત્તતા મળેલી છે.
નાણાકીય નીતિ એટલે દેશમાં નાણાંની પ્રવાહીતા કે નાણાંના જથ્થામાં ફેરફાર કરી ફુગાવાને કાબુમાં રાખવો અને આર્થિક વિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવો. આ માટે મુખ્ય બે પ્રકારનાં પગલાં લેવામાં આવે છે. એક, સીધી રીતે નાણાંના જથ્થામાં ફેરફાર કરવામાં આવે. જેમાં RBI દેશની અન્ય બેન્કો પાસેથી લોન પેટે કે પછી રિઝર્વ પેટે પૈસા લઇ લે એટલે માર્કેટમાંથી પૈસા ઓછા થઇ જાય. એનું ઊંધું જયારે નાણાંનો પુરવઠો વધારવો હોય તો RBI બેન્કોને લોન અપાશે અથવા એમની પાસે રિઝર્વ વધારશે અને આ બેન્કો પાસે પૈસા વધશે તો એ વધારાનું નાણું દેશમાં વહેતુ થશે.
This story is from the August 09, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 09, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ