Facebook Pixel આ... અબ તો લૌટ ચલેં! | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com

Try GOLD - Free

આ... અબ તો લૌટ ચલેં!

Chitralekha Gujarati

|

February 24, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

- કેતન મિસ્ત્રી (મુંબઈ)

આ... અબ તો લૌટ ચલેં!

ને કહેવાય બલિહારી. નવા ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં વગર પગારે કામ કરતા ગવર્નમેન્ટ ઑફિસર ઇલોન મસ્કે બાવીસ વર્ષના મૂળ ભારતીય છોકરડા આકાશ બોબ્બાને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં મહત્ત્વની કામગીરી સોંપી, લગભગ એ જ સમયગાળામાં અમેરિકાથી એક મિલિટરી વિમાનમાં ૧૦૪ ભારતીયોને ઠૂંસી અમૃતસર તગેડી મૂકવામાં આવ્યા. પાંચ ફેબ્રુઆરીએ અમેરિકાનું લશ્કરી વિમાન ત્યાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઈને અમૃતસર ઊતર્યું એ સાથે જ સેંકડો લોકોના અમેરિકન જીવનનાં સોનેરી સપનાં સાકાર કરવા ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં ગયા. વધારામાં બદનામી મળી. ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. હજી અનેક ભારતીયોને આ જ રીતે પાછા કાઢવામાં આવશે. પરત આવનારાઓમાં મહેસાણા, ગાંધીનગરના લોકો છે.

ચાર ફેબ્રુઆરીએ અમેરિકાના ટેક્સાસથી પ્લેન ઊડ્યું એ પહેલાં યુએસ કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શને (સીબીપી) પ્લેનમાં ચડી રહેલા ભારતીયોનો વિડિયો વહેતો કર્યો એ સાથે જાતજાતના પ્રતિભાવ આવ્યા. ઘણા લોકોએ કહ્યું કે ૩૦ કલાકના ઉડ્ડયન દરમિયાન એમની સાથે અમાનવીય વહેવાર થયો.

અરે ભાઈ, સવાલ એ છે કે અમેરિકાએ ત્યાં ગેરકાયદે રહેતા પકડેલા ભારતીયો શું સ્વાતંત્ર્યસેનાની કે દેશભક્તો છે? હકીકત તો એ છે કે આમાંના ઘણાએ તો અમેરિકા રહી જવા માટે ભારતને ગાળો બોલી છે.

ગુજરાતની જ આ કન્યાનો કિસ્સો જુઓ. પાંચ ફેબ્રુઆરીએ આવેલા વિમાનમાં ગુજરાતની ૩૦ વર્ષી નિશિતા હતી. ૨૦૨૧માં કલોલના એક હ્યુમન સ્મગલરની વાતોમાં આવીને નિશિતાએ પતિને છૂટાછેડા આપ્યા, નાનકડી પુત્રી પણ પતિને સોંપી દીધી. એક દેશમાંથી બીજા દેશમાં માણસોની હેરાફેરી કરતા એ સ્મગલરે નિશિતાને કહ્યું કે પહેલાં એ અમેરિકા પહોંચશે, પછી એને બોલાવી લેશે. બેએક મહિના પહેલાં એજન્ટ અમેરિકા પહોંચી ગયો. અલબત્ત, ગેરકાયદે. એ પછી નિશિતાનો પ્રવાસ શરૂ થયો. અમદાવાદથી દુબઈ ને ત્યાંથી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના એ ઈલ્લિગલી મેક્સિકોયુએસ બોર્ડર પહોંચી, પણ બોર્ડર ક્રૉસ કરતાં પકડાઈ ગઈ. તરત એણે આશ્રયની અરજી કરી દીધી. એણે ઈમિગ્રેશન ઑફિસરોને કહ્યું કે હું અમુક કાસ્ટમાંથી આવું છું એટલે ભારતમાં મારી પર જુલમ થાય છે...

મને અહીં રહેવા દો.

જો કે નિશિતાની કારી ફાવી નહીં. ૧૦૪ ભારતીયોવાળા વિમાનમાં એને પણ ભારત રવાના કરી દેવામાં આવી.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એનાં પેન્ટિંગ એટલે કૅન્વાસ પર વાગતી વાંસળી

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં અભિનેત્રી આલિયા ભટ્ટના ડિઝાઈનર સિલ્ક કોર્સેટ ગાઉનમાં ફ્રેન્ચ રિવેરાની સૌંદર્યસૃષ્ટિ ઝળકી. એ ચિત્રસૃષ્ટિ સર્જી છે અમદાવાદનાં એક મ્યુરલ આર્ટિસ્ટ અને ચિત્રકારે. એમની ચિત્રકળાનો પથ કાગળ-કૅન્વાસથી કાપડ સુધી, શોખથી સેલિબ્રિટી સુધી પહોંચ્યો છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાત ખાવાનું બંધ કર્યું, પણ વજન કેમ ઘટતું નથી?

ઘી અને બટર, બન્નેમાં ચરબી તો છે જ, પરંતુ બન્નેની સ્વાસ્થ્યની દૃષ્ટિએ સરખામણી કરીએ તો...

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કર્મચારીઓ માટે પીએફ અને પેન્શનની જેમ હવે એસઆઈપી!

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક નવા જ સ્તર પર જઈ વિસ્તરી શકે એવો તખ્તો રચાઈ રહ્યો છે. નિયમનતંત્ર સેબી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કેટલાક ઉદાર નિયમો લાવવાનું વિચારી રહ્યું છે, જેને કારણે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણપ્રવાહ અને ઉદ્યોગનો વ્યાપ પણ અનેક ગણો વધી શકે. સાથોસાથ નવા રોકાણકારોની સંખ્યા પણ અધધધ વધી શકે.

time to read

2 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ત્રીએ આખી જિંદગી ચારિત્ર્યનું પ્રમાણપત્ર લઈને ફરવાનું?

પવિત્રતાના નામે અનેક મહિલાના જાન લેવામાં આવે છે, છતાં આપણે મૌન ધારણ કરીને બેઠાં છીએ.

time to read

3 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈકોસાઇડ... વિકાસ, લાલચ ને સત્તા માટે પ્રકૃતિનો સંહાર...

યુદ્ધ અને કૉર્પોરેટ લાલચને કારણે પૃથ્વી પર થતા પર્યાવરણીય સંહારનું નામ છેઃ “ઈકોસાઈડ.’ વિયેતનામથી ચેર્નોબિલ, અરલ સમુદ્રથી લેબેનોનની ઘટનાનાં ઉદાહરણો સાથે પ્રકૃતિ વિરુદ્ધના આ અપરાધને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનો જાહેર કરવા માટે ચાલી રહેલી વૈશ્વિક મથામણ અને સત્તાધીશોની ઉદાસીનતા અકળાવી મૂકે એવી છે.

time to read

5 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રિડિક્શન માર્કેટનો અશ્વમેધ કેવો છે?

લગાવો એક શરત રાજકારણ કે રમતગમતમાં તમારી ચાંચ ડૂબતી હોય, લગભગ સાચાં પડે એવાં અનુમાન તમે લગાવી શકતા હો તો ‘પોલીમાર્કેટ’ નામનું પ્લૅટફૉર્મ એની રોકડી કરવાનું પ્રલોભન આપે છે. પૈસા ફેંકીને લગાવી શકાતી આવી શરતોને આપણે ભલે જુગાર અથવા સટ્ટો કહીએ અને ઘણા દેશોમાં એ કાયદેસર નથી. તેમ છતાં એનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવે વરસાદ પર રમાશે વાયદાનો સત્તાવાર ખેલ!

ગાજ્યા મેઘ વરસશે કે નહીં? કૃષિપેદાશોના વાયદાનાં કામકાજ અને સટ્ટો વધે એટલે ભાવ વધે છે એવી ફરિયાદ વચ્ચે સરકારે ઘણાં ખેત-ઉત્પાદનોના વાયદા બંધ કરાવ્યા હતા. જો કે ભાવ તો એ પછી પણ વધ્યા. ખરેખર તો આવી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ નબળું ચોમાસું અને પ્રતિકૂળ હવામાન છે. હવે તો વરસાદના જ વાયદા શરૂ થઈ રહ્યા છે ત્યારે જાણો, એ કોને કઈ રીતે ઉપયોગી થઈ શકે.

time to read

3 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માત્ર આંકડા નહીં...ભારતના ભવિષ્યનો નકશો!

જનગણના-૨૦૨૭ શરૂ થઈ છે... આપણી, આપણા ઘરની વિગતો દેશની આબાદીનો અરીસો બની રહેશે.

time to read

2 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સરકારી નોકરી આ ગામના યુવાઓને શોધતી આવે છે!

તક મળે તો જાકારો ન આપો... બેકારીની ચર્ચા નીકળે એટલે મોટા ભાગના યુવાનો ‘સરકારી નોકરી તો હવે મળતી જ નથી...’ આવી નિરાશા સાથે સંવાદ ચાલુ કરે છે, પરંતુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા એક ખોબા જેવડા નાનાવાડા ગામના અનેક યુવાનોએ સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસના બળે સરકારી નોકરી મેળવીને એ કાગારોળનો જવાબ આપ્યો છે. એમાં પણ છેલ્લા એક જ વર્ષમાં આ ગામનાં પચ્ચીસ જેટલાં યુવાન-યુવતીઓએ સરકારમાં નોકરી મેળવી છે, જે એક નાનકડા ગામ માટે મોટી વાત છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શિપ-બિલ્ડિંગની શાન સલાયા પર સંકટનાં મોજાં...

સઢવાળા વહાણવટાના વેપાર માટે પ્રખ્યાત ખંભાળિયા નજીક આવેલું સલાયા બંદર હાલ પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. એક જ સપ્તાહમાં સલાયાનાં બે વહાણ પર હોર્મુજ સમુદ્રધુની નજીક હુમલા, એક નાવિકનું મોત, લાખોની કિંમતનાં વહાણની જળસમાધિથી હાલ વહાણવટાની દિશા ડગમગતી જણાય છે.

time to read

3 mins

June 08, 2026

Listen

Translate

Share

-
+

Change font size