વારસો... આ શબ્દ સાંભળતાં જ પુત્ર, પિતા, દાદા, પરદાદા આ બધા સંબંધ માનસપટ પરથી પસાર થઈ જાય. એનો મતલબ એ કે વારસો સીધો પુરુષસંબંધ સાથે જોડાયેલો એવું કહી શકાય, પણ હવે આધુનિક સમયમાં વારસો એ સીમિત અર્થમાં રહ્યો નથી. માતાનો વારસો દીકરી પણ સારી રીતે આગળ લઈ જાય છે. મધર્સ ડે નિમિત્તે એક એવા વારસાની વાત અહીં કરવી છે. સુરતનાં ગાયનેક માતા-પુત્રી થકી હજારો ઘરમાં કિલકારી ગુંજી છે. આ માતા-પુત્રીની જોડીએ મળીને ૭૦ હજાર જેટલાં બાળકોની પ્રસૂતિ કરાવી છે.
સિત્તેર-એંસીનો દાયકો છે... સુરતના એક થિયેટરમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મ ચાલી રહી છે. હીરો-હીરોઈન વચ્ચેના રોમાન્સનો સીન આવે છે ત્યાં અચાનક ફિલ્મ સ્ટૉપ થઈ જાય છે... કાકા એટલે કે રાજેશ ખન્નાના ચહેરા પર એક સ્લાઈડ દેખાય છે, જેમાં લખ્યું છેઃ ડૉ. માલતીબહેન શાહ તત્કાલ થિયેટર બહાર આવે..
અને પછી માલતીબહેન પરિવારના બીજા સભ્યોને થિયેટરમાં જ છોડીને સીધાં રિક્ષા પકડી હૉસ્પિટલ પહોંચે છે અને પ્રસૂતાની ડિલિવરી કરે છે. આવી ઘટના તો કંઈકેટલીય વાર બની છે. એ સમયે પુરાણા સુરતમાં પ્રસૂતિ માટે મહિલાઓનું પસંદગીનું પહેલું નામ હતુંઃ ડૉ. માલતી શાહ. અત્યારે એમની ઉંમર ૮૨ વર્ષની છે. પ્રેક્ટિસ તો છ વર્ષથી છોડી દીધી છે, પણ નિવૃત્તિના જીવનમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી છે. માલતીબહેન અઠવાડિયામાં એક દિવસ હૉસ્પિટલ આવે છે, મહિલા દરદીઓને મળે છે અને ફ્રી કૅન્સર કાઉન્સેલિંગ કરે છે. કૅન્સર એટલા માટે કે હમણાં, સાત વર્ષ અગાઉ એમણે પોતે જ કૅન્સરને માત આપી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.