એમનું મૂળ નામ ચુરૂશી મિયાઝાવા. વતન જપાન. ધર્મ બૌદ્ધ. એમનું અત્યારનું નામ તુલસી. કામ પોતાના વતન જપાનમાં જૈન ધર્મનો પ્રસાર કરવાનું અને એ રીતે લોકોને સત્ય, અહિંસા અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતો તરફ વાળવાનું.
હિટાચી, હોન્ડા, ટોયોટા, સોની, મિત્સુબિશી, યામાહા.. આ બધી કંપની ગ્રાહકોના એના પરના ટકોરબદ્ધ ભરોસા માટે જાણીતી છે. આ તમામ કંપની જપાનની છે! આખી દુનિયા એમની બનાવેલી ચીજવસ્તુ પર આંખ મીંચીને વિશ્વાસ મૂકે છે. એવા જ વિશ્વાસુ છે જપાનના લોકો. ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા પણ એમણે બનાવેલી ચીજવસ્તુ જેવી જ છેઃ એકદમ મજબૂત અને ટકોરબદ્ધ.
એવા આ જપાનના લોકોનું એક જૂથ હમણાં ગુજરાત આવ્યું. એમનો ઉદ્દેશ હતોઃ બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામમાંથી પુણ્ય સમ્રાટ તરીકે ઓળખાતા જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરજીની ગુરુમૂર્તિ જપાન લઈ જવાનો. ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે તો આ મૂર્તિ જપાન પહોંચી પણ ગઈ હશે. એ પછી જપાનના નાગાનૌકેન શહેરને એક ગુરુમંદિરમાં એની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે.
વાજતે-ગાજતે બનાસકાંઠાના નેનાવા ગામમાંથી નીકળી જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરજીની ગુરુમૂર્તિની શોભાયાત્રા.
જપાનમાં અત્યારેય ત્રણ જિનાલય છે. એમ છતાં શિન્ટો અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની બહુમતી ધરાવતા જપાનમાં કોઈ જૈનાચાર્યની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય એની ઘણાને નવાઈ લાગે. કેમ જપાનના લોકો જૈન ધર્મથી પ્રભાવિત થયા અને શા માટે એક જૈનાચાર્યની પ્રતિમા એમના વતનમાં લઈ જઈ રહ્યા છે એ જિજ્ઞાસા વાજબી છે. ચાલો, એ જિજ્ઞાસાનું નિવારણ કરીએ..
સુરત ત્રિસ્તુતિક જૈન સંઘના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને જૈન અગ્રણી અમૃતભાઈ વોહેરા ચિત્રલેખાને કહે છેઃ ‘જપાનથી જૈન વિચારધારા ધરાવતું ૧૨ સભ્યોનું એક ગ્રુપ હમણાં ગુજરાતમાં હતું. એમણે મોહનખેડા, કુંભારિયાજી, તારંગા, જીરાવલા, શંખેશ્વર, પાટણ અને ભાંડવપુર તીર્થ સહિત ગુજરાતનાં વિવિધ જૈન સ્થાનકોની યાત્રા કરી અને દિલ્હી પણ જઈ આવ્યા. આ ગ્રુપમાં આદીશ અને નેમિશ નામે બે બાલશ્રાવકો પણ હતા. જપાનનો સંઘ એ પછી જૈનાચાર્ય જયંતસેન મહારાજની જન્મભૂમિ પેપરાલ અને નેનાવા (બન્ને બનાસકાંઠા) ગયો અને ત્યાંથી મૂર્તિ લઈ રવાના થયો.’
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા