ક્રાવ માગા ચીની સરહદે તહેનાત સૈનિકો શીખે છે ઈઝરાયલની માર્શલ આર્ટસ ટેક્નિક
Chitralekha Gujarati|June 05, 2023
લડાખ સરહદે ગલવાન વૅલી વિસ્તારમાં ચીની સૈનિકો સાથે થયેલી હાથોહાથની ઝપાઝપીથી ચેતી ગયેલી ભારતીય ફોજ હવે દુશ્મન સિપાહીઓને ઢેર કરવા આપશે એમની જ ભાષામાં જવાબ.
નિતુલ ગજ્જર (વડોદરા)
ક્રાવ માગા ચીની સરહદે તહેનાત સૈનિકો શીખે છે ઈઝરાયલની માર્શલ આર્ટસ ટેક્નિક

જૂન ૧૪, ૨૦૨૦, ભારત-ચીનની સરહદ. ભારત અને ચીનની લડાખ સરહદે ગલવાન ખીણમાં મામલો તંગ તો હતો જ, પણ એ રાત્રે અચાનક ધમાધમી મચી ગઈ. બન્ને દેશના સૈનિકો જાણે યુદ્ધ માટે સજ્જ હોય એમ આમને-સામને આવી ગયા. જો કે બન્ને બાજુથી ગોળી ચલાવવાની જાણે બાધા હોય એમ બંદૂકનો કોઈએ ઉપયોગ ન કર્યો. એવામાં ભારતની એક ટુકડીનું ધ્યાન ગયું કે ચીનના કેટલાક સૈનિકોએ તો ભારતની સીમામાં ડેરાતંબુ તાણી દીધા છે. એનું નિરીક્ષણ કરવા ગયેલા ભારતીય સૈનિકો પર ચીને હુમલો કર્યો અને આપણા જવાનોને લોહીલુહાણ કરી મૂક્યા. છેલ્લાં ૪૫ વર્ષમાં પ્રથમ વાર ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષે હાથોહાથની મારામારીનું રૂપ ધારણ કર્યું. એમાંય ચીનના સૈનિકો તો જાણે હુમલો કરવા જ આવ્યા હોય એમ પોતાની સાથે તીક્ષ્ણ ખીલા ખોડલાં લાકડાંનાં પાટિયાં, કાંટાળા તાર, વગેરે હથિયાર સાથે લઈને આવ્યા હતા.

દેખીતી રીતે આ ઘટનાથી ભારત સરકાર ચોંકી ગઈ. શેરીના છોકરાવ ઝઘડે એમ સીમાડે સૈનિકો હાથાપાઈ પર ઊતરી આવે એવું તો કોણે વિચાર્યું હોય? જો કે પછી તરત જ ચીનને એની ભાષામાં જવાબ આપવાનું નક્કી થયું.. અને હવે ગલવાન વૅલીના એ હિંસક કિસ્સાને ત્રણ વર્ષ થવા આવ્યાં છે ત્યારે ચીન સરહદે તહેનાત જવાનોને કૉન્ટેક્ટ કૉમ્બેટ ટેક્નિક (હથિયાર વગર લડવાની રીત)નું પ્રશિક્ષણ આપવાનું શરૂ થયું છે.

કૉન્ટેક્ટ કૉમ્બેટ ટેક્નિક એટલે કોઈ પ્રકારનાં શસ્ત્ર વગર, હાથોહાથની ઝપાઝપીનો પ્રકાર. ક્યારેક સામેવાળા પાસે શસ્ત્ર હોય તો પણ એને પળભરમાં ચિત કરી દેવાની કળા, જેથી એને શસ્ત્ર ચલાવવાનો મોકો જ ન મળે.

This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
Chitralekha Gujarati

મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!

મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.

time-read
5 mins  |
May 06, 2024
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
Chitralekha Gujarati

નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...

મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.

time-read
3 mins  |
April 22 , 2024
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
Chitralekha Gujarati

મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep

ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.

time-read
3 mins  |
April 22 , 2024
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
Chitralekha Gujarati

ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!

થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.

time-read
3 mins  |
April 22 , 2024
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
Chitralekha Gujarati

પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?

છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.

time-read
3 mins  |
April 22 , 2024
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
Chitralekha Gujarati

બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ

નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.

time-read
2 mins  |
April 22 , 2024
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
Chitralekha Gujarati

જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ

ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.

time-read
4 mins  |
April 22 , 2024
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
Chitralekha Gujarati

સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…

લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.

time-read
7 mins  |
April 22 , 2024
વાત વટે ચડી છે...
Chitralekha Gujarati

વાત વટે ચડી છે...

ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...

time-read
2 mins  |
April 22 , 2024
એક રિચાર્જ ઐસા ભી કર દો...
Chitralekha Gujarati

એક રિચાર્જ ઐસા ભી કર દો...

ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.

time-read
3 mins  |
April 22 , 2024