પંચગવ્ય પ્રોડક્ટ્સનું શુદ્ધ-દાણેદાર અર્થતંત્ર..
Chitralekha Gujarati|June 05, 2023
ભારતમાં ગાય પૂજનીય ગણાય છે. આ ધાર્મિક માન્યતાની સાથે હવે એના પાલનમાં આર્થિક કારણ ઉમેરાઈ રહ્યાં છે. આજે કાઉ બેઝ્ડ પ્રોડક્ટ્સનું હજારો કરોડ રૂપિયાનું માર્કેટ ઊભું થયું છે. આનો પુરાવો મળે છે રાજકોટમાં યોજાયેલો ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રકાશમાં આણતો દેશનો સૌથી વિરાટ ‘ગૌ-ટેક ૨૦૨૩’ એક્સ્પો.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
પંચગવ્ય પ્રોડક્ટ્સનું શુદ્ધ-દાણેદાર અર્થતંત્ર..

‘એક સમય હતો, જ્યારે અમે ગાયનું દૂધ ઘેર ઘેર વેચવા જતા ત્યારે પૂરતા પૈસા મળતા નહીં અને દૂધ પાતળું આવે છે એવી ફરિયાદ થતી. ગાય લીલી મકાઈ ખાય તો દૂધ પાતળું થઈ જાય એવી અમારી વાત કોઈ સમજવા તૈયાર નહોતું. પછી કંટાળીને દૂધ વેચવાનું બંધ કરી ઘી વેચવાનું ચાલુ કર્યું. આજે કેસર જેવાં હર્બલ દ્રવ્યો નાખીને દેશી ઘી બનાવીએ છીએ, એ

ભારતમાં રૂપિયા ૩૦૦૦થી માંડી ૩૫૦૦નું કિલો અને વિદેશમાં ૧૦ હજારથી વધુ કિંમતે વેચાય છે. આમ નાના પરિવર્તનથી મોટી મૂલ્યવૃદ્ધિ થઈ.’

આ શબ્દો છે સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૧૮ કિલોમીટર દૂર આવેલા સાંઢવાયા ગામમાં ગૌશાળાનું સંચાલન કરતા રમેશભાઈ રૂપારેલિયાના. એક સમયે ગાયો ચરાવવાનું કામ કરનારા રમેશભાઈ આજે ૧૨૦થી વધુ દેશોમાં ગૌ આધારિત ઉત્પાદનોની નિકાસ કરે છે. ગૌ આધારિત વ્યવસાયને વિકસાવી પોતે તો સારી કમાણી કરતા જ હોય, સાથે અનેક લોકોને રોજગારી પણ અપાવતા હોય એવા અઢળક દાખલા પણ હવે આપણે ત્યાં જોવા મળે છે. ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં ગાયનું મહત્ત્વ કરોડરજ્જુ સમાન છે. દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગાય આધારિત અર્થતંત્રનો પ્રભાવ વધી રહ્યો છે. લોકોને હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે કે ગાયનું માત્ર ધાર્મિક મહત્ત્વ નથી, એનો આર્થિક દૃષ્ટિકોણ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આમ પણ ભારતના ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખવામાં ગૌવંશ આધારિત પ્રવૃત્તિનો મોટો હિસ્સો છે. ભારતમાં ગૌવંશના આંકડા પર નજર કરીએ તો કૉર્પોરેટ વર્લ્ડ કરતાં અનેક ગણી રોજગારી આપતું અને ઉત્પાદનોનું આ એક મોટું માર્કેટ છે. ભારતમાં ૩૦ કરોડથી વધુ ગૌવંશ હોવાનું સરકારી આંકડા કહે છે. દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં મોખરે છે. વિશ્વના દૂધના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે ૨૪ ટકા છે. ભારતમાં દૂધનું ઉત્પાદન થાય છે એમાં ગૌવંશનું પ્રમાણ ૪૮ ટકા જેટલું ઊંચું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની શક્યતા કેટલી છે, પરંતુ આ દિશામાં જે પ્રયાસ થવા જોઈએ એ અધૂરા છે

This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
Chitralekha Gujarati

શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...

કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?

time-read
3 mins  |
April 01, 2024
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
Chitralekha Gujarati

રંગમંચનું મહત્ત્વ અદકેરુ.

ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...

time-read
4 mins  |
April 01, 2024
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
Chitralekha Gujarati

પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...

અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.

time-read
5 mins  |
April 01, 2024
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
Chitralekha Gujarati

સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...

ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.

time-read
4 mins  |
April 01, 2024
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
Chitralekha Gujarati

સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું

તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.

time-read
2 mins  |
April 01, 2024
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
Chitralekha Gujarati

ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...

સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.

time-read
1 min  |
April 01, 2024
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
Chitralekha Gujarati

જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

time-read
3 mins  |
April 01, 2024
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
Chitralekha Gujarati

રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...

ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.

time-read
3 mins  |
April 01, 2024
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
Chitralekha Gujarati

પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર

બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.

time-read
4 mins  |
April 01, 2024
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
Chitralekha Gujarati

આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...

‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.

time-read
6 mins  |
April 01, 2024