ઝટ જાઓ.. બધા ગયા.’ ગીતાબહેને કહ્યું એ સાંભળી છાપું વાંચી રહેલા મુકેશભાઈ વિચારમાં પડ્યાઃ ગીતા ચંદનહાર લેવા જવાનું કહે છે કે શું?
‘ક્યાં જવાનું છે?’ એમણે નાક પર સરકી ગયેલાં ચશ્માં ઊંચાં ચડાવી પૂછ્યું.
‘સ્મશાન.. છઠ્ઠા માળવાળાં કાકી ગુજરી ગયાં એમને કાઢી જવાના છે. એમના ઘરનાને મોઢું બતાવવા જવું તો પડશે ને. હું કપડાં બદલીને આવું, તમે જતા થાવ.’
‘એ કોણ? આપણે નથી ખાસ ઓળખાણ કે પિછાણ.’ છાપામાં છપાયેલી મરણનોંધની નોંધ લઈ રહેલા મુકેશભાઈને નીચે ઊતરવાની આળસ આવી. છાપા બહાર મોઢું કાઢ્યા વગર એ બોલ્યા.
‘એમ ન ચાલે. આટલી મોટી સોસાયટીમાં રહીએ છીએ. સમાજની શરમેય વહેવાર સાચવવો પડે, નહીંતર કાલે ઊઠીને હું ઉપર જતી રેશ તો આપણે ત્યાં કોણ આવશે?’ વ્યવહારુ ગીતાબહેને ચિંતા વ્યક્ત કરી.
‘મંજુ.’ પડોશણનું નામ બોલાઈ ગયા બાદ ભાંગરો ન વટાઈ જાય માટે મુકેશભાઈએ તરત ફેરવી તોળ્યું: ‘મંજૂર નથી એટલે કે ગીતા, તું મારી પહેલાં જાય એ મને મંજૂર નથી.’
‘તમે મારી પહેલાં જાઓ તો હું મારી માને ત્યાં જતી રૈશ. ઘણા વખતથી જવાનું મન છે.' ગીતાબહેનની વાત રૂમ બહાર નીકળી રહેલા શાંતિલાલભાઈના કાને પડી.
‘ભેગી મનેય લેતી જજે.' શાંતિલાલભાઈ સમજ્યા વગર બોલ્યાઃ ‘સવારના પહોરમાં આવું સોગિયું મોઢું લઈને ક્યાં ચાલ્યો, મુકેશ?’
‘ઉપલા ફ્લોર પર રહેતાં હતાં એ ઉપર પહોંચી ગયાં. એમનાં અંતિમ દર્શને.' મુકેશભાઈએ કંટાળાજનક સ્વરે કહ્યું.
‘હેં? લીલા ગઈ?’ શાંતિલાલભાઈને વસમો આઘાત લાગ્યો.
‘શું બાપુજી, તમેય તે? લીલાબા નહીં, પેલા છઠ્ઠા માળવાળા ભંગારનો ધંધો કરે છે એ કાકાનાં વાઈફને કાઢી જવાના છે. તમારેય આવવું હોય તો ચાલો, પણ પહેલાં આ ટાઈ કાઢો.'
‘તને કાયમ મારી ટાઈ નડે છે કે પછી આખેઆખો હું નડું છું? મારેય હવે કાયમ માટે જતા રહેવું છે.. પણ જો કહી દઉં, ટાઈમાં મારો જીવ ન અટકે માટે છેલ્લે મારા ગળે ટાઈ બાંધજે, નહીંતર ભૂત થઈને આવીશ અને તારા ગળે ટાઈ બાંધીને તને લટકાવી દઈશ. પછી ગીતાએ ઘરમાં જે ભંગાર ભેગો કર્યો છે એને કાઢવો પડશે.’
‘આવું શું બોલતા હશો?’ મુકેશભાઈએ નાક પર સરકી ગયેલાં ચશ્માંની ઉપરથી જોયું.
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.